સરસ્વતી તાલુકાના વાગડોદ નજીક માર્ગ પર કિન્નરોના એક જૂથે બીજા જૂથની કિન્નરોની લાકડી અને ધોકા વડે બરોબરની ધોલાઈ કરી હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થવા પામ્યો છે. જોકે આ કિન્નરો પાટણ પંથકના ના હોવાનું પાટણ કિન્નરો પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.


જોકે કિન્નરોની આ મારામારી બાબતે જાણવા મળ્યા મુજબ ડીસાના કિન્નરોના વિસ્તારમાં બહારથી આવતા અન્ય કિન્નરોના સભ્યો દ્વારા સમાજના લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરી પૈસાની માંગણી કરાતી હોવાનું ડીસા કિન્નરો ગૃપના સભ્યોને જાણ થતાં તેઓએ રિક્ષામાં સરસ્વતી તાલુકાના વાગડોદ નજીક માર્ગ પર બહારથી કિન્નરોના વેશ પરિધાન કરી આવેલી બે મહિલાઓને ઉભી રખાવી લાકડી, ધોકા અને ગડદાપાટુનો બરાબરનો મેથીપાક ચખાડયો હતો. કિન્નરોની આ મારામારીનો સોશિયલ મિડીયામાં વીડિયો વાયરલ થતાં આ બાબતે પાટણના સ્થાનિક કિન્નરો પરિવારના સભ્યો પાસેથી હકીકત મેળવતાં આ કિન્નરો પાટણના નહીં હોવાનું અને ડીસાના હોવાનું જણાવ્યું હતું.


  • Follow us on: