પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા વિદ્યાર્થી નેતાએ અગાઉ પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં M.Sc સેમ 4 ની પરીક્ષામાં માસ કોપી અને તાજેતરમાં LLB સેમ 4 ના પેપરમાં 5 કોલેજમાં 2024 નું પેપર અપાયું હતું. આ મામલે જવાબદારો સામે અને કોલેજ સામે શું એક્શન લેવામાં આવ્યા છે. તે અંગે કુલપતિ પાસે જવાબ માંગ્યો હતો. પરંતુ તેમને આ અંગે કોઈ યોગ્ય જવાબ યુનિ. તરફ્થી મળ્યો ન હોવાનું વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું.
યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી એમએસસી સેમ 4 ની પરીક્ષામાં પ્રાંતિજ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ વડે માસ કોપી કેસ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો વિદ્યાર્થી નેતા દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા આ બાબતે તપાસ કરવા માટે તપાસ સમિતિ નિમવામાં આવેલી છે. આ ઉપરાંત તાજેતરમાં એલએલબી સેમેસ્ટર 4 ની પરીક્ષામાં પાંચ કોલેજોમાં વર્ષ 2024 નું પેપર આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય કોલેજોમાં વર્ષ 2025 નું પેપર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ષના પેપર પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે પણ યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી આવેલી છે ત્યારે વિદ્યાર્થી નેતા દ્વારા આ બંને બાબતો અંગે યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગેનો જવાબ કુલપતિ પાસે પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં પાટણ હેમ.ઉ.ગુ.યુનિ. કુલપતિ ડો.કે.સી.પોરીયાએ દ્વારા યુવા વિદ્યાર્થી નેતાને મૌખીક જાણકારી આપતા જણાવાયું કે હાલમાં આ બંને ઘટના બાબતે તપાસ કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે. તપાસ કમિટીના અહેવાલ આવ્યા પછી જે પણ જવાબદાર હશે તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.










