પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા પાલિકાના જન સેવા કેન્દ્ર ખાતે વર્ષ 2025 /26ના ચાલુ વર્ષના વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં નગરપાલિકાને વિવિધ વેરા પેટે કરોડ રૂપિયાની આવક થવા પામી છે. પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા વર્ષ 2025 /26ના હિસાબી ખાતાના અપગ્રેડેશન બાદ નવા વર્ષના વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગત તા.4થી એપ્રિલથી જનસેવા કેન્દ્ર ખાતે મિલકતદારો પાસેથી ચાલુ વર્ષના એડવાન્સ વેરા પેટે મિલકત વેરો, પાણી વેરો, શિક્ષણ સહિતના વેરા વસુલાતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે મિલકતદારોને એડવાન્સ વેરા ભરવા માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો.નગરપાલિકાને એપ્રિલ માસમાં જ રૂ.4 કરોડથી વધુની આવક થવા પામી હતી. ત્યારે મે મહિના દરમિયાન નગરપાલિકાને વિવિધ એડવાન્સ વેરા પેટે રૂ.5 કરોડથી વધુની આવક થઈ હતી. આમ પાટણ નગરપાલિકાને વર્ષ 2025/26ના મિલકતદારોના વિવિધ એડવાન્સ વેરા અને અન્ય વેરા પેટે કુલ બે મહિનામાં અંદાજે રૂ.10 કરોડથી વધુની આવક થઈ હોવાનું નગરપાલિકાના સૂત્રો દ્વારા વધુમાં જાણવા મળી રહ્યું છે.



  • Follow us on: