• ઉનાળા વેકેશન દરમ્યાન રાણકી વાવ ખાતે પ્રવાસીઓનો ધસારો 
  • માત્ર એક જ મહિનામાં 49 હજાર જેટલા પ્રવાસીઓએ રાણ કી વાવની મુલાકાત લીધી
  • પ્રવાસીઓના ઘસારથી પુરતત્વ વિભાગને એક માસ મા રૂ.19.72 લાખ જેટલી આવક


ઉનાળા વેકેશન દરમ્યાન પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓની ભીડ રહેતી હોય છે. વેકેશનના સમયગાળા દરમ્યાન સામાન્ય રીતે પ્રવાસીઓની પ્રથમ પસંદગી હિલ સ્ટેશન, વોટર પાર્ક, દરિયા કિનારો, જંગલની મુસાફરી વગેરે હોય છે. પરંતુ હવે પ્રવાસીઓની પસંદ બદલાઇ હોય તેમ પ્રવાસીઓ દ્વારા વેકેશન નાં સમય દરમિયાન ઐતિહાસિક વારસો ધરાવતી વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ની પયૅટકો દ્વારા લેવામાં આવતી મુલાકાત પરથી જોવા મળી રહ્યું છે. છેલ્લા એક માસમાં 49 હજારથી વધુ લોકોએ વેકેશન દરમિયાન રાણકી વાવની મુલાકાત લીધી

ઉનાળા વેકેશન દરમ્યાન રાણકી વાવ ખાતે પ્રવાસીઓનો ધસારો

વૈશ્વિક ઓળખ ધરાવતી રાણકી વાવ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. આજ કારણે એક માસના ટૂંકા ગાળામાં જ 49 હજારથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લઇ ઐતિહાસિક ધરોહરને અગ્રતા આપી છે. શાળા અને કોલેજોમાં વેકેશનનો સમય હતો. જેની સ્પષ્ટ અસર રાણકી વાવના મુલાકાતી ઉપર જોઇ શકાય છે. મે માસના 30 દિવસના ટૂંકાગાળા માંજ 49, 318 પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી છે જેને લઈ પુરાતત્વ વિભાગને રૂ .19.72 લાખ જેટલી આવક થઈ છે. સો રૂપિયાની ચલણી નોટ પર જ્યારથી રાણકી વાવની પ્રતિકૃતિનું ચિત્ર આવ્યું છે તે બાદ માત્ર રાજ્યના નહીં પરંતુ અન્ય રાજ્ય તેમજ વિદેશી પ્રવાસીઓ પણ રાણકી વાવ તરફ આકર્ષાયા છે. રાણકી વાવની અદભુત કોતરણી કામ તેમજ તેની કારીગરીને જોવા માટે વિદ્યાર્થીઓથી લઈ યુવાનો આકર્ષાઈ રહ્યા છે.

માત્ર એક જ મહિનામાં 49 હજાર જેટલા પ્રવાસીઓએ રાણ કી વાવની મુલાકાત લીધી

રાણકી વાવ ની મુલાકાતે આવેલા પ્રવાસીએ જણાવ્યું હતું કે રાણ કી વાવના નિર્માણ સમયે થયેલા કોતરણી કામને નજીક થી જોવી એક અનોખી અનુભૂતિ છે. ઐતિહાસિક ધરોહર એ આપણા પૂર્વજોએ આપેલી અનોખી દેન છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ તેને જાણે તે જરૂરી છે. જેથી આપણા ઐતિહાસિક વારસાની ભવ્યતા તેઓ અનુભવી શકે. જ્યારે અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું કે ” કોતરણી, હરિયાળી, શાંત આહલાદક વાતાવરણ, વિદ્યાર્થીઓને, વડીલોને, યુવાનોને કંઈક સારુ શીખવા પ્રેરણા પુરી પાડે છે. પોતાની અદ્ભૂત કોતરણી કામ માટે જગ વિખ્યાત રાણકી વાવને નવી પેઢી જાણે અને માણે તે જરૂરી છે”.


  • Follow us on: