- કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને નરેશ પટેલે વખોડ્યું
- “કોઈપણ સમાજની દીકરીઓના પ્રશ્ન અંગત રાખવા જોઈએ”
- જામનગરમાં હોસ્પિટલના ભૂમિદાન કાર્યક્રમમાં નિવેદન
જામનગરમા લેઉવા પટેલ સમાજમાં નરેશ પટેલ હોસ્પિટલના ભૂમિદાનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચૂંટણીને લઈને તમામ બાબતો ઉપર નરેશ પટેલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. બીજી તરફ કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપતાં ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો.
આ સાથે જ જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિદાન સંકલ્પની આજે નરેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીનો આભાર માનતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે પાટીદારને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો આભાર, જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ.
તેમજ પોતાના નિવેદનમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર ઉમેદવારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું. કારણ કે, અમારી કોશિશ હમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર ઉમેદવારને બેઠક મળવી જોઈએ. નરેશ પટેલે જણાવ્યું કે, ચૂંટણીઓ તો આવતી-જતી રહેશે પરંતુ ખોડલધામ સંસ્થાનું કામ ચાલતું રહેશે. નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડ્તા જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજની દીકરી વિશે આવું ન બોલવું જોઈએ.
જ્યારે પાટણ પાટીદાર સમાજ અનામત મુદ્દેના વાયરલ વીડિયો અંગે તેમણે કહ્યું હતું કે, ચૂંટણીઓ ટાણે આવા નિવેદનો આવવાના છે. કોઇ પોતપોતાની વાત રાખતું હોય છે. જ્યારે રુપાલાની રાજપુત સમાજ અંગેની ટિપ્પણી અંગે વાત ટાળતાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે આ બધુ ચાલવાનું છે, કેતો તો.. કેતી તી... એવું થવાનું છે. એમાં ખોડલધામ જેવી સંસ્થા કંઇ ટિપ્પણી ન કરી શકે છે.









