વિશ્વ પ્રસિદ્ધ પાવાગઢ મંદિરમા દર્શનાર્થે લાખો લોકોની સંખ્યામાં ભક્તો આવે છે. પાવાગઢમાં આવેલ માતાજીના મંદિરમાં માતાજીના આભુષણોની ચોરી થઇ હતી. સમગ્ર મામલે પોલીસે પાવાગઢ મંદિરમાં ચોરી થઈ હોવાનો ખુલાસો કર્યો છે. મંદિરમાં માતાજીના સોના-ચાંદીના દાગીના, આભુષણો સહિત 78 લાખની  ચોરી થઇ હતી. આખરે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સુરતના અંતરિયાળ ગામડાના સટ્ટાખોરે ચોરી કરી હોવાનું ખુલ્યું છે. આ સટ્ટાખોરે 6 સોનાના હાર અને મુકૂટ સહિતની ચોરી કરી હતી.


મળતી માહિતી મુજબ, પાવાગઢ મંદિરમાં થયેલી ચોરી મામલે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે સોના-ચાંદીના દાગીના સહીત કુલ 78 લાખની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સહિત ઝડપી પડાયો છે. મંદિરમાં માતાજીના આભુષણોની ચોરી થઇ હતી. જેમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ 78 લાખની ચોરી કરનાર સુરતના અંતરિયાળ ગામડાનો સટ્ટાખોર શખ્સ પાવાગઢ મંદિરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સે રાત્રીના સમયે નિજમંદિરના વેન્ટિલેશનને તોડી ગર્ભ ગ્રુહમાં પ્રવેશીને 6 સોનાના હાર અને મુકૂટ સહિતની ચોરી કરી હતી. પોલીસે સમગ્ર મામલે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. સુરતના અંતરિયાળ ગામડાના સટ્ટાખોરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સવારના સમયે મંદિરમાં માતાજીની સામાન સામગ્રી વેર વિખેર જોવા મળી હતી. જેને લઇ ચોરો દ્વારા આવી કરતૂત કરવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી હતી. સમગ્ર ઘટનાને લઇ પ્રસિદ્ધ અને હંમેશા સુરક્ષામાં રહેતા મંદિરમાં ચોરોએ પ્રવેશ કેમનો કર્યો તે પ્રશ્ન લોકોમાં જાગ્યો હતો. ત્યારે હાલ આ ઘટનાને લઇ પાવાગઢ પોલીસ અને ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને ઘટનાને લઇ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મંદિર આજુબાજુથી સીસીટીવી કેમેરાથી સજ્જ હોઇ સમગ્ર ઘટના ટૂંક સમયમાં સામે આવે તેવી શક્યતાઓ છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસતંત્ર દ્વારા મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. તથા ચોરીની શંકાને લઇ તંત્ર દ્વારા મંદિરમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આખરે પોલીસે ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. માતાજીના આભુષણો, 6 સોનાના હાર અને મુકૂટ સહિત 78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: