ગુજરાતમાં દારુ પીવા માટે લોકો કરોડો રુપિયા ખર્ચવા તૈયાર છે,પરમિટને લઈ સરકારે ગૃહમાં મોટી વાત કરી છે,જેમાં અમદવાદીઓએ દારુની પરમિટ માટે રુ. 12.71 કરોડ ખર્ચ્યા છે,બે વર્ષમાં પરમીટ માટે 7,517 અરજીઓ કરાઇ છે,તો ગાંધીનગર જિલ્લામાં પરમિટને લઈ 89.60 લાખની આવક નોંધાઇ છે,ગાંધીનગર જિલ્લામાં 984 અરજી કરવામાં આવી હતી.અમદાવાદમાં 7390 અરજીઓ મંજૂર કરવામાં આવી છે,વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર કરી માહિતી.ધારાસભ્ય અમૃતજી ઠાકોરના પ્રશ્ન પર સરકારનો જવાબ.
દારૂની પરમિટ માટે અરજી કેવી રીતે કરવી?
જે વ્યક્તિએ દારૂની પરમિટ મેળવવી હોય એણે નશાબંધી અને આબકારી વિભાગના કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે.અરજદારે અરજીની સાથે પોતાના પરિવારિક તબીબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે તેમજ પોતાની ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો અને આવક દાખલો આપવાનો રહેશે સાથે સાથે આ સિવાય અરજદારને જે કંઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય એ માટેની સારવાર, તેના પુરાવા, રિપોર્ટ વગેરે રજૂ કરવાના રહેશે.ઉંમરમાં 40 વર્ષથી વધુ અને 50 વર્ષ સુધીમાં દર મહિને 3 યુનિટ દારૂ મળે છે.
ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારી દ્વારા પરમિટ અપાશે
ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારી દ્વારા પરમિટ અપાશે. નશાબંધી નિયામકે જણાવ્યું છે કે સરકારની સૂચના મુજબ કામગીરી કરશું. અધિકૃત રીતે મુલાકાત લઈ રહેલા મુલાકાતીઓને પરમિશન મળશે. પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી રાખવી પડશે. દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. તથા 21 વર્ષથી વધુ વયના વ્યક્તિ જ દારૂનું સેવન કરી શકશે. અન્ય રાજ્યના અને વિદેશી નાગરિકોને પરમિટ અપાશે.દારૂનું સેવન કરતા વ્યક્તિએ જરૂરી દસ્તાવેજ રાખવા પડશે. તેમજ સમગ્ર વિસ્તાર CCTV સર્વેલન્સમાં રહેશે. લાયસન્સ જે સ્થળનું મંજૂર હોય ત્યાં સેવન કરી શકાશે. જેમાં અન્ય સ્થળે દારૂનું સેવન કરી શકાશે નહીં. રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે.