રાજકોટના વિંછીયામાં ભુવા સામે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં વિંછિયાના ઢેઢુકીના ભુવાએ છેડતી કર્યા હોવાની માહિતી સામે આવી છે,ભુવાએ દાણા જોતી વેળાએ છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે.તો છેડતીના આરોપ બાદ ભુવા પર સાત લોકોએ હુમલો કરતા પોલીસે બન્ને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધી હોવાની વાત સામે આવી છે.


છેડતીના આરોપ બાદ ભુવા પર સાત શખ્સોનો હુમલો
રાજકોટના વિંછીયામાં ભુવાએ દાણા જોતી વખતે યુવતીની છેડતી કરી હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસે સમગ્ર કેસમાં સામ-સામે ફરિયાદ નોંધી છે.ચોટીલા પંથકની મહિલા પેટની બીમારી દૂર કરવા ઢેઢુકીના ભુવાએ દાણા જોવડાવા માટે ગઈ હતી અને તે દરમિયાન આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.ભુવાના ઘરે ધસી આવેલ શખ્સોએ હુમલો કરી ભુવાને ઢસડયો અને પત્નીની સાડી ખેંચી છેડતી કરી હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

પોલીસે ભુવાની અટકાયત કરી
વિશાલ સહિતના 7 શખ્સોએ મકાનની અંદર પ્રવેશી કયાં છે ભૂવા ? તેમ કહી છેડતીનો આરોપ નાખી ધારીયા-છરીથી ઇજા કરતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.સામસામી ફરીયાદ પરથી વિંછીયા પોલીસે છેડતી, હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.ભુવાએ પરિણીતાની છેડતી કરી કાળા જાદુ કાયદા હેઠળ વિંછીયા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા સારવાર માટે
આ હુમલાના બનાવમાં આરોપી વિશાલના ભાઇ-ભાભી ૨૦દિવસ પૂર્વે ઇજાગ્રસ્ત ભુવા ચકુભાઈ પાસે દાણા જોવરાવવા આવ્યા હતાં. પરંતુ ભુવા ચકુભાઇએ દાણા જોવાનું બંધ કર્યાનું કહી દાદાની માનતા કરવાનું કહ્યું હતું. જો કે બાદમાં માનતા કરવા આવ્યા ત્યારે વિશાલના ભાઇએ તેની પત્નીની ભુવાએ છેડતી કર્યાનો આરોપ નાખ્યો હતો. તેનો ખાર રાખી વિશાલ સહિતનાઓએ વૃધ્ધ ભુવા ઉપર હુમલો કર્યો હતો. 
  • Follow us on: