ખેડાના મહેમદાવાદના જુની ગોઠાજ ગામમાં ધીંગાણું સર્જાયુ હતુ જેમાં એક જ કોમના બે લોકો સામસામે ધોકા લઈને ઉતરી ગયા હતા અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો લગ્ન પ્રસંગમાં જતા રોકવા બાબતે જૂથ અથડામણ થઈ હતી અને આ અથડામણ એટલી વધી ગઈ કે લોકો એકબીજાને લાકડાના ધોકાથી મારવા લાગ્યા હતા અને ગામ માથે લીધુ હતુ.


એક જ કોમના 2 જૂથ વચ્ચે જીવલેણ અથડામણ
ખેડાના મહેમદાવાદમાં એક જ કોમના બે લોકો વચ્ચે જીવલેણ અથડામણ થઈ હતી અને અથડામણ બાદ સામસામે પથ્થરમારો થયો હતો જેમાં 50થી વધુના ટોળાએ એકબીજા પર હુમલો કરતા ગામમાં પણ લોકો ભેગા થઈ ગયા હતા, તો જૂથ અથડામણને લઈ લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો આ અથડામણમાં 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે પણ બન્ને પક્ષે ગુનો નોંધ્યો છે.


જૂથ અથડામણના લાઈવ વીડિયો આવ્યા સામે
જૂથ અથડામણનો લાઈવ વીડિયો સામે આવ્યો છે જેમાં વીડિયો જોઈ શકાય છે કે, એક જ કોમના લોકો ધારીયા, લાકડા, દંડા લઈ એકબીજા સાથે મારામારી કરી રહ્યાં છે, લગ્ન પ્રસંગમાં જવાની વાતને લઈ આ બબાલ થઈ હોવાની માહિતી સામે આવી છે, ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તેમના પણ નિવેદન લીધા છે, હાલ ગામમાં શાંતિનો માહોલ છે અને પોલીસની ટીમ ગામમાં પેટ્રોલિંગ પણ કરી રહી છે.

ખેડા ટાઉન પોલીસે નોંધી ફરિયાદ
ઘટનાની જાણ થતાની સાથે જ ખેડા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, મહત્વનું છે કે આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે, ઈજાગ્રસ્તોની હાલત સુધારા પર છે પરંતુ એક નાની વાતમાં આખા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો.
 
  • Follow us on: