• જોખમી ઉંટ સવારી કરતા સહલાણીનો વીડિયો વાયરલ
  • ગોમતી નદીનાં ઉંડા પાણીમાં ઉંટ સવારી કરતા લોકો
  • ઉંટ માલીકો પૈસાની લાલચે લોકોના જીવ મુકે છે જોખમમાં

દ્વારકામાં ગોમતી નદી અંદર ઉંટ સવારી કરતા નજરે પડ્યા છે. જેમાં જોખમી ઉંટ સવારી કરતા સહલાણીનો વીડિયો વાયરલ થયો છે. ગોમતી નદીનાં ઉંડા પાણીમાં ઉંટ સવારીનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉંટ માલીકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મુકે છે.

જોખમી ઉંટ સવારી કરતાં સહલાણીનો વીડિયો વાઇરલ

[[$googlead]]

હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી અંદર ઉંટ સવારી કરતા લોકો નજરે પડ્યા છે. યાત્રાધામ દ્વારકામાં દેશ વિદેશથી રોજ હજારોની સંખ્યામાં યાત્રિકો કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે આવે છે. છેલ્લા કેટલાક સમયથી ગોમતી નદી સામે કિનારે તેમજ ગોમતી નદીમાં સહેલાણીઓ ઉંટ સવારીમાં લટાર મારતાં હોય છે. આજ રોજ દ્વારકાની ગોમતી નદીનાં ઉંડા પાણીમાં જોખમી ઉંટ સવારી કરતાં સહલાણીનો વીડિયો વાઇરલ થયો છે.

[[$alsoread]]

સહેલાણીઓ પણ જીવના જોખમે મોજ કરી રહ્યાં છે

યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદી ભક્તો માટે સ્નાન કરવા માટે છે. જેમાં ગોમતી નદીમાં હાલમાં ગેરકાયદેસર ઉંટ સવારી કરાવતા ઉંટ માલીકો રૂપિયા કમાવાની લાલચમાં સહેલાણીઓને જોખમી ઉંટ સવારી કરાવી રહ્યા છે. તેમજ સહેલાણીઓ પણ જીવના જોખમે મોજ કરી રહ્યાં છે.


  • Follow us on: