• ઓનલાઈન વેચાતી દવાઓ પર પ્રતિબંધ લાદવા પિટિશન
  • હાઇકોર્ટે પિટિશન માન્ય રાખી 13 કંપનીને નોટિસ ફટકારી
  • ઓનલાઈન દવાઓનું વેચાણ કરતી 3 કંપનીઓને પણ નોટિસ

અમદાવાદમાં ઓનલાઇન દવા વેચાતી ઈ-કોમર્સ ફાર્મસીઓ વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં દવાઓના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટે અરજકર્તાની આ પિટિશન માન્ય રાખીને 13 જેટલી કંપનીઓને નોટિસ ફટકારી છે.

આ સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે ડ્રગ કન્ટ્રોલર ઇન્ડિયા, ડ્રગ કન્ટ્રોલર ગુજરાત, આરોગ્ય સચિવ ભારત સરકાર, આરોગ્ય સચિવ ગુજરાત તથા નેશનલ મેડિકલ કમિશનને પણ નોટિસ આપી હતી. હાઈકોર્ટે નોટીસ આપેલી 13 કંપનીઓમાંથી ૩ જેટલી કંપનીઓ ઑનલાઇન દવાઓનું વેચાણ કરી રહી છે. જેમાં તાતા 1mg હેલ્થ કેર, રિલાયન્સ રિટેલ લિમિટેડ, એકસેલીયા સોલ્યુશન (ફાર્મ ઇઝી)નો સમાવેશ થાય છે.

આ કેસની વધુ સુનાવણી 29 જુલાઈ એ હાથ ધરવામાં આવશે.


  • Follow us on: