- બાળક સાથે મશ્કરી નહીં કરવાનું કહેતાં મામલો બિચક્યો હતો
- પોલીસ તેમજ મામલતદાર સમક્ષ કાર્યવાહીની માગણી કરાઈ
- પાર્લરમાં બેઠેલ યુવાનોએ ઉશ્કેરાઈ જઈને યુવાનો પર હુમલો કર્યો હતો
માંડલમાં બે દિવસ પૂર્વે સાંજના સુમારે એક બાળક મહોલ્લાની સામે આવેલ પાર્લરે કાંઈક વસ્તુ લેવા જતાં પાર્લરમાં બેઠેલ લોકો દ્વારા તેની મશ્કરી કરાઈ હતી, ત્યારે વાલ્મિકી સમાજના બે યુવાનોએ તે પાર્લર ઉપર જઈ આ બાળકની મશ્કરી ના કરશો, તેમ કહેતાં પાર્લરમાં બેઠેલ યુવાનોએ ઉશ્કેરાઈ જઈને યુવાનો પર હુમલો કર્યો હતો. એથી બંને યુવાનોને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જોકે જાતિ વિષયક અપમાનિત શબ્દો પણ બોલેલા હોઈ માંડલ પોલીસ મથકે પાર્લરવાળા બે યુવાનો ઉપર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બાબતે તા.4થીએ સર્વ સમાજના લોકો અને વિવિધ સંગઠનો દ્વારા આ ઘટનાને વખોડી કાઢીને PSI, મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા તેમજ તેમને ઝડપભેર ન્યાય મળે તે માટે કેસને 6 માસમાં (ફાસ્ટટ્રેક કોર્ટમાં) પુર્ણ કરી કડક સજાની માગ કરી હતી.
