પેટલાદના પાળજ ગામે સરસ્વતી વર્ગ પ્રાથમિક શાળા એક વર્ષ અગાઉ તોડી નાખવામાં આવી હતી. એક વર્ષ ઉપરાંતનો સમયગાળો વિતવા છતાં હજુ પણ શાળા બનવાની શરૂઆત થઈ નથી. હાલ શાળાના બાળકોને ખાનગી બસ મારફતે સુણાવ ગામે શિક્ષણ માટે લઈ જવામાં આવે છે. તંત્રના વાંકે બાળકોના શિક્ષણ કાર્ય ઉપર સીધી અસર પડી રહી છે.


[[$googlead]]

1 વર્ષ વીતવા છતાં હજુ શાળાના પાયા ખોદાયા નથી

શિક્ષણ વિભાગમાં તંત્ર દ્વારા વિવિધ જર્જરિત શાળાઓને તોડીને નવી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પેટલાદ તાલુકાની ઘણી શાળાઓ તોડી નાખવામાં આવી છે. વર્ષો વીતવા છતાં હજુ શાળાના પાયા ખોદાયા નથી. જેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પણ પડી રહી છે. પાળજ ગામે મહીજીપુરા વિસ્તારમાં સરસ્વતી વર્ગ પ્રાથમિક શાળા આવેલી હતી.

[[$alsoread]]

વિવિધ ઋતુઓમાં બીજી શાળામાં જતા બાળકોને તકલીફ પડી રહી છે

જે પ્રાથમિક શાળા એક વર્ષ અગાઉ તોડી નાખવામાં આવી હતી. હજુ આ શાળાના પાયા પણ ખોદાયા નથી. હાલ આ શાળાના બાળકોને 5 કિલોમીટર દૂર સુણાવ ગામે શિક્ષણ કાર્ય માટે ખાનગી બસ મારફતે લઈ જવામાં આવે છે. નજીકમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા હાલ બાળકોને તકલીફનો સામનો કરવો પડે છે. ત્યારે તોડી નાખેલી શાળાઓમાં સત્વરે બાંધકામની કામગીરી શરૂ થાય તેવી લોકોની માગ છે. હાલ તંત્રના વાંકે લાચાર ભૂલકા બાળકો 5 કિલોમીટર દૂર જઈને શિક્ષણ મેળવી રહ્યા છે. વિવિધ ઋતુઓમાં બાળકોને તકલીફ પડી રહી છે. નવી શાળા ન બનતા બાળકોના શિક્ષણ કાર્યો પર સીધી અસર પડી રહી છે.


  • Follow us on: