પેટલાદ તાલુકાના વટાવ ગામે ઇન્દિરા કોલોની વિસ્તારમાં પૂરતું પાણી ન મળતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે તેવા સમયમાં જ પૂરતું પાણી આવતું નથી. જેને લઇને મહિલાઓ અને આ વિસ્તારમાં વસતા લોકોની સાથે પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહે છે. સવારના સમયે પૂરતું પાણી છોડવામાં આવતું નથી અને આ વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે તો પૂરતું જતું નથી જેને લઇને સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડે છે.
નાગરિકોને પાણી માટે વલખા મારવા પડ્યા
પેટલાદ તાલુકાના વટાવથી અરડી જવાના માર્ગ ઉપર આવેલ વટાવ ગામની ઇન્દિરા કોલોની વિસ્તારમાં 50થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં ઘણા પશુપાલનનો વ્યવસાય કરે છે. છેલ્લા ઘણા મહિનાથી આ વિસ્તારના લોકોને પૂરતું પાણી મળતું નથી. ઘેર ઘેર પાણીના નળ છે પરંતુ પાણી આવતું નથી. તેથી લોકોમાં ઉનાળાની ઋતુમાં પૂરતું પાણી ન મળતો રોષ જોવા મળી રહ્યો છે.
લોકોને પૂરતું પાણી નથી મળી રહ્યું
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પૂરતું પાણી ન આવતા પીવાનું તેમજ વાપરવા માટે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. અનેકવાર રજૂઆત કરી છતાં પણ અમારું કોઈ સાંભળતુ નથી. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે પાણીની જરૂર વધારે પડે તેવા સમયમાં જ પૂરતું પાણી ન આવતા સ્થાનિકોએ તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો.