અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતાં એકનું મોત નિપજ્યું છે. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.


ખાનગી કંપનીનું ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના શાસ્ત્રીનગરમાં ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાથી અફરા તફરી મચી જવા પામી હતી. પ્લેનમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ખાનગી કંપનીનું ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો. 

પ્લેન ક્રેશ થતા બ્લાસ્ટ થયો હતો

પ્લેન ક્રેશ થતા બ્લાસ્ટ થયો હતો. જોરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. લોકોમા અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જ્યાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.



  • Follow us on: