• પગલીના પાડનાર દેવાનું સામર્થ્ય ધરાવતું દુર્લભ શિવકમળ
  • શાસ્ત્રોમાં કમળ પુષ્પનો ઉત્કૃષ્ટ મહિમા વર્ણવાયો છે
  • વિષ્ણુએ સહસ્ત્ર સુવર્ણ કમળથી ભોળાનાથને રિઝવ્યા હતા

દરેક પુષ્પની દરેક વનસ્પતિની કે દરેક વૃક્ષની કંઈક વિશિષ્ટતા હોય છે જે એને એની ખાસિયતોને કારણે આગવી ઓળખ આપે છે. કૈલાશપતિ વૃક્ષમાં શિવ કમળ નામથી ઓળખાતું અલભ્ય પુષ્પ વડોદરા જિલ્લાના ડેસર નજીક આવેલા વાલાવાવ ગામના પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં જોવા મળ્યું છે. શિવ ભક્તો શ્રદ્ધાભેર આવીને ભોળાનાથની પૂજા અર્ચના કરીને રીઝવવાના પ્રયાસો કરી ધન્યતા અનુભવે છે. 25 વર્ષ પહેલા કૈલાશપતિ નામનો છોડ રોપ્યો હતો. તે આજે ઘટાદાર વૃક્ષમાં રૂપાંતર થયું છે. આ વૃક્ષ પર 18 વર્ષ પછી ફુલ આવવાની શરૂઆત થઈ હતી.


[[$googlead]]

[[$alsoread]]

શિવકમળની ખાસિયત એ છે કે વૃક્ષની ડાળી પર નહીં પણ તે એના થડમાં જ લાગે છે. ભગવાન સદાશિવ પૃથ્વી પર બિરાજતા હોવાથી આ પુષ્પ થડમાં જ લાગે છે એવું ભાવીકોનું માનવું છે. મનભાવન એવા પુષ્પને 6 પાંદડીઓ હોય છે. જેને પાંચ પાંડવ તથા કર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ફૂલની નીચે જળાધારીની આકૃતિ જોવા મળે છે.


ફૂલની ઉપર શેષનાગ ફેણની આકૃતિ જોવા મળે છે. જ્યારે, અંદરના ભાગે શિવલિંગ અને તેની આસપાસ 100 જેટલા નાના અંકુરો જોવા મળે છે. જેને કૌરવો તરીકે ઓળખાવામાં આવે છે. ફૂલ ખીલ્યા પછીના 12 કલાકની અંદર તે ખરી જાય છે.


લોકવાયકા મુજબ શિવલિંગ આકારના ભાગને નરણા કોઠે ખાવાથી સ્ત્રી ગર્ભવતી થાય છે. પરિણામે જે સ્ત્રીઓને સંતાન નથી એવી સ્ત્રીઓ વાંઝિયા મેણો ટાળવા પુષ્પની અંદર આવેલા શિવલિંગ નામના ભાગને આરોગે છે.


  • Follow us on: