વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન દિલ્હીથી સુરત આવ્યા અને હવે સેલવાસ પહોંચ્યા છે. અહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 2587 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક PM મોદી વિશાળ સભાને સંબોધિત કરી રહ્યા છે. 


[[$googlead]]

સેલવાસના લોકો પર મને ભરોસો છે: PM

સેલવાસની સભામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે, સેલવાસના લોકો પર મને ભરોસો છે, ઘણા જૂના અને જાણીતા ચહેરાઓને મળ્યો છું, સંઘપ્રદેશના વહીવટકર્તાઓનો ખૂબ ખૂબ આભાર...સેલવાસના વિકાસનું અભિયાન શરુ થયું છે. સેલવાસમાં દરેક ક્ષેત્રના લોકો અહિ રહે છે.  સેલવાસની નવી ઓળખ ઉભી થઇ રહી છે, જેમાં ઘણા પ્રોજેક્ટ સેલવાસના વિકાસને ગતિ આપશે.

[[$alsoread]]

સેલવાસ મિનિ ભારતની ઝાંખી: વડાપ્રાધાન

PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, સિંગાપોર એક સમયે માછીમારોનું કેન્દ્ર હતું, હવે સેલવાસથી ઘણા લોકો સિંગાપોર જાય છે. પહેલા લાગતુ કે અંહિયા શું થઇ શકે? પણ હવેથી સેલવાસને ટુરિઝમ તરીકે ઓળખવામાં આવ છે. સરકારની તમામ યોજનાનો લાભ લાભાર્થીઓને મળી રહ્યો છે. સેલવાસ - દમણનો વિકાસ ભારતના નકશામાં દેખાય છે, અટલું જ નહીં...સેલવાસ મિનિ ભારતની ઝાંખી છે. PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સેલવાસ હવે મેડિકલ હબ તરીકે આગળ આવશે. ઓછી કિંમતમાં દવાઓ નાગરિકોને મળી રહી છે, હવે 80 ટકા ડિસ્કાઉન્ટમાં દવાઓ મળી રહી છે. 

દેશમાં 25 હજાર જનઔષધિ કેન્દ્રનું લક્ષ્ય: PM મોદી

દેશમાં 25 હજાર જનઔષધિ કેન્દ્રનું લક્ષ્યને લઇ PM મોદીએ કહ્યું હતું કે, દેશમાં 25 હજાર જનઔષધિ કેન્દ્રનું લક્ષ્ય છે. અનેક બિમારીઓનું કારણ મેદસ્વિતા...મેદસ્વિતા એક ગંભીર સમસ્યા છે. 2050 સુધી 47 કરોડ લોકો મેદસ્વિતાનો શિકાર બનશે. મેદસ્વિતાથી બચવા માટે પીએમ મોદીએ અપીલ કરી છે. 10 ટકા ઓછા તેલનો ઉપયોગ કરવા PM મોદીએ સલાહ પણ આપી છે.

PMએ 'સન્ડે ઓન સાયકલ'નું સૂત્ર આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સન્ડે ઓન સાયકલ'નું સૂત્ર આપ્યું છે. PMએ કહ્યું હતું કે, ભલે હોસ્પિટલ ખાલી રહે, પણ તમે તંદુરસ્ત રહો... હવે તો સરકારના તમામ કામ મોબાઈલ પર એક ક્લિક થાય છે. કોઇ પણ યોજનાના લાભાર્થીઓ સરકારી યોજનાથી વંચિત હવે નહીં રહે..


  • Follow us on: