- વાયબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પહોચ્યા
- વિવિધ પ્રોજેક્ટનું PM મોદીએ નિરિક્ષણ કર્યું
- CM ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીએ સાયન્સ સિટીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો છે. પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે. ત્યાંથી તેઓ છોટા ઉદેપુરના બોડેલીમાં ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
CM ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની સાયન્સ સિટી ખાતે પહોંચ્યા છે. જેમાં વાયબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી છે. તેમાં PM મોદીએ રોબો ગેલેરી નીહાળી છે. વિવિધ પ્રોજેક્ટનું PM મોદીએ નિરિક્ષણ કર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યાં છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા છે.
બોડેલીમાં વિવિધ યોજનાઓના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે
બોડેલીમાં વિવિધ યોજનાઓના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. બોડેલીમાં કાર્યક્રમ બાદ વડાપ્રધાનનો વડોદરામાં કાર્યક્રમ છે. 3 વાગ્યે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે. હજારો મહિલાઓ વડાપ્રધાન મોદીને આવકારશે. નવલખી મેદાનમાં જ PM મોદીનો રોડ-શો યોજાશે. PM મોદી રોડ-શો દરમિયાન મહિલાઓનું અભિવાદન જીલશે. નારી શક્તિ કાર્યક્રમમાં વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે. તથા કાર્યક્રમમાં આવનાર મહિલાઓ માટે 3000 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં એક લાખ મહિલાઓ આવે તેવો અંદાજ છે. આઠ તાલુકામાંથી મહિલા લાભાર્થીઓ આવશે. CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પણ રહેશે.









