• નવા મંત્રીઓ સાથે PMની શુભેચ્છા મુલાકાત અને બેઠક

  • પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં રહેશે ઉપસ્થિત
  • વડાપ્રધાનના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદા એરપોર્ટ પર વડાપ્રધાનનું ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ સાથે જ અન્ય મંત્રીઓ પણ PMના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

મળતી માહિતી મુજબ નવા મંત્રીઓ સાથે PMએ શુભેચ્છા મુલાકાત અને બેઠક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ગુજરાત સરકારના જગદીશ પંચાલ, કનુ દેસાઈ, કુબેર ડિંડોર, હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, ભીખુસિંહ પરમાર સહિતના મંત્રીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on: