PM નરેન્દ્ર મોદી પાકિસ્તાન સામે કાર્યવાહી બાદ તેઓ 2 દિવસ માટે વતનમાં આવી રહ્યા છે. જેથી તેમનું તિરંગાથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. PM મોદીના માનમાં અમદાવાદ, વડોદરા અને ભૂજ ખાતે વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રોડ શોના માર્ગને તિરંગાથી શણગારવામાં આવશે. તેમજ ગુજરાત સરકાર અને ભાજપના સંગઠનોએ PMના કાર્યક્રમોની જવાબદારી ઉપાડી છે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ
PM મોદીના ભવ્ય કાર્યક્રમમાં જનતાને લાવવાની તેમજ રોડ-શોની સમગ્ર જવાબદારી ભાજપ સંગઠનને આપવામાં આવી છે. જ્યારે કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન, પ્રોટોકોલ સહિતની વ્યવસ્થા સરકારી તંત્ર જવાબદારી નિભાવશે. PM મોદી 26મીએ દાહોદમાં રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ કચ્છના ભુજમાં જાહેર પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે. જે બાદ જાહેર સભા પછી માતાના મઢે દર્શને જશે. સાંજે અમદાવાદમાં રોડ શોમાં હાજરી આપશે.રાજભવનમાં રાત્રિરોકાણ કરશે, જે બાદ 27મીએ સવારે ગાધીનગરમાં મહાત્માં મંદિરમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરુપે જાહેર સેવાઓ શરુ કરાવશે.
PM મોદીનો 2 દિવસનું શિડ્યુલ
26 મે
26 મે સવારના 10 વાગ્યે PM મોદી વડોદરામાં રોડ શો કરશે.
સવારના 11 વાગ્યે દાહોદમાં જાહેર સભા કરશે. રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરાશે.
બપોરે 2થી 3 વાગ્યે ભૂજમાં PM મોદીનો રોડ શો
સાંજે 3:30 વાગ્યેથી 5:30 ભૂજમાં જાહેર સભા
સાંજે 6:30 વાગ્યે અમદાવાદમાં રોડ શો યોજાશે
રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે
27 મે
સવારના 11:00 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શહેરી વિકાસનાં કાર્યક્રમમાં હાજર રહેશે.
અમદાવાદથી દિલ્હી રવાના થશે.