ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. રક્ષામંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ હવે PM મોદી પણ ગુજરાત આવશે. 26 મેના રોજ PM મોદી દાહોદનો પ્રવાસ કરશે અને ત્યાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમેના ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના વિવિધ કાર્યક્રમનું લોકાર્પણ કરશે.


દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે

ઓપરેશ સિંદૂરની સફળતા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં દાહોદની મુલાકાતે આવાના છે. તેઓ તેમના આ પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસના કાર્યક્રમોની સાથે જનસભાને પણ સંબોધન કરશે. PM મોદી 26 મેના રોજ દાહોદમાં ડ્રીમ પ્રોજેક્ટ રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. દાહોદ રેલવે વર્કશોપમાં 9000Hp લોકોમોટીવ એન્જિનનું લોકાર્પણ કરશે.

PM મોદી વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એન્જિનના લોકાર્પણ ઉપરાંત પાણી પુરવઠા અને સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. સાથે જ PM મોદી ડોકી ખાતે જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીલ્લામાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે નેતાઓ અને વહીવટી તંત્ર એક્ટીવ મોડમાં આવ્યું છે.

વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ

PM મોદીના આગમનને પગલે નેતાઓએ અને વહીવટીતંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નેતાઓ દ્વારા અધિકારીઓ જોડે બેઠકો યોજવામાં આવી રહી છે. PM મોદીના પ્રવાસને લઇ કુબેર ડિંડોરે બેઠક યોજી હતી. વડાપ્રધાન અંગેની મીટીંગમાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ગેરહાજર રહ્યા હતા.


  • Follow us on: