આજે PM નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવશે અને વડોદરામાં ટાટા એરક્રાફ્ટ એસેમ્બલીનું ઉદ્ઘાટન કરશે સાથે સાથે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ મોડી રાત્રે વડોદરા પહોંચી ગયા છે.એરપોર્ટથી ટાટા એડવાન્સ સિસ્ટમ સુધી રોડ શો યોજાશે અને આ રોડ શોના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે સાથે સાથે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે,રોડ શોના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક નૃત્યથી સ્વાગત કરાશે,સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો છે.
PM મોદી સ્પેનના PM પેડ્રો સાંચેઝ જીલશે અભિવાદન
પીએમ મોદી આજે વડોદરા પહોંચી જશે અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો પૂર્ણ કરીને તેઓ અમરેલી જશે.વડોદરામાં ટાટા એરબસલ હેન્ગર ઉદ્ઘાટન બાદ બન્ને દેશના PM લક્ષ્મી વિલાસ પેલેસ જશે અને બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા કરીને કરોડોના MOU પણ કરશે સાથે સાથે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી પણ હાજર રહેશે,પેલેસમાં લંચ લીધા બાદ PM મોદી અમરેલી જશે.
વિશેષ માર્ગ કરાયો તૈયાર
લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન માટે વિશેષ માર્ગ તૈયાર કરાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝેને મળશે પેલેસમાં અભૂતપૂર્વ આવકાર મળશે તેમજ પેલેસના એન્ટ્રી ગેટથી કાર્યક્રમના સ્થળ સુધી બંને દેશના વડાપ્રધાનના આવકારતા હોર્ડિંગસ લાગ્યા છે.એન્ટ્રી ગેટ પર ફૂલોનું કરવામાં આવ્યું છે સુશોભન કરવામાં આવ્યું છે.
જાણો પીએમ મોદીનો સમગ્ર આજના દિવસનો કાર્યક્રમ
સવારે 10.00 વાગ્યે ટાટા એરબસલ હેન્ગર પહોંચશે
સવારે 10.05 વાગ્યે સી-295 સાથે ફોટોસેશન
સવારે 10.25 વાગ્યે સંબોધન
સવારે 11.00 વાગ્યે લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચશે
સવારે 11.05 વાગ્યે ફોટોસેશન અને કલ્ચરલ કાર્યક્રમ
સવારે 11.20 વાગ્યે દરબાર હોલમાં કરાર
સવારે 11.40 વાગ્યે ગ્રુપ ફોટોસેશન
સવારે 11.50 વાગ્યે લંચનો કાર્યક્રમ
બપોરે 1.50 વાગ્યે પીએમ પેડ્રો સાંચેઝ વડોદરા એરપોર્ટથી મુંબઈ જવા રવાના થશે
બપોરે 1.05 વાગ્યે પીએમ મોદી અમરેલી જવા રવાના થશે









