PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ગઈકાલે રાતથી પહોંચી ગયા છે,ગત રાત્રે જામનગર એરપોર્ટ પર તેમનું સ્વાગત પણ કરાયું હતુ તો,PM મોદી જામનગરના વનતારાની મુલાકાતે પહોંચ્યા છે અને બપોરે 1:00 વાગ્યા સુધી વનતારાની મુલાકાતે છે અને બપોરનું ભોજન પણ વનતારામાં જ માણશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિરે જશે અને ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કરશે.
જાણો વનતારા પ્રોજેકટ શું છે
રિલાયન્સ ફાઉન્ડેશને વનતારા નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા અને પુનર્વસન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે.
વનતારા' 998 એકરમાં ફેલાયેલું
આ પુરસ્કારનું કેન્દ્રબિંદુ વનતારામાં આવેલું હાથી સંભાળ કેન્દ્ર છે, જે 240થી વધુ બચાવાયેલા હાથીઓ માટે આશ્રયસ્થાન છે. આ કેન્દ્રમાં સર્કસના 30 હાથી, લાકડા ઉદ્યોગના 100થી વધુ હાથીઓ અને સવારી અને શેરીમાં ભીખ માગવા જેવી શોષણકારી પ્રથાઓમાંથી બચાવેલા અન્ય હાથીઓ રહે છે. ખાસ રચાયેલ જંગલ 'વનતારા' 998 એકરમાં ફેલાયેલું છે, જ્યાં હાથીઓને મુક્તપણે ફરવાની સ્વતંત્રતા છે. વનતારાના હાથીઓને વિશ્વ કક્ષાની પશુચિકિત્સા સંભાળ અને સારવાર મળે છે.
વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. ત્યારબાદ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજાશે. બાદમાં તેઓ દર્શન-પૂજન અને મંદિરના વિકાસ કાર્યો અંગેની સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરે તેવી સંભાવના છે.









