- વડોદરાના ગોત્રીમાં મનપાના આરોગ્ય વિભાગના દરોડા
- શંકાસ્પદ ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં દરોડા
- અંદાજિત 130 કિલો ઘઈનો જથ્થો ઘરમાં રાખેલો ઝડપાયો
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી બંસીધર ડેરીમાં આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુકત રેડ હતી,જેમાં આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે બંસીધર ડેરીમાં શંકાસ્પદ ઘી નું વેચાણ કરવામાં આવે છે તેને લઈ આરોગ્ય વિભાગન અને પોલીસની રેડ હતી,જેમાં આરોગ્ય વિભાગે 130 કિલો ઘી નો જથ્થો લઈ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.
ઘી ના વેચાણને લઈ દરોડા
ગોત્રી વિસ્તારમાં બંસીધર ડેરી આવેલી છે અને આ ડેરીમાં અલગ દૂધની વસ્તનું વેચાણ કરવામાં આવે છે,સાથે ઘીનું પણ વેચાણ કરવામાં આવે છે,ત્યારે આજે સવારે આરોગ્ય વિભાગે ડેરી પર પહોંચીને ડેરીમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લીધા હતા અને તેને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું કે વેપારીએ કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધુ ન હતુ અને ઘી નું વેચાણ કરતો હતો,ત્યારે જોવાનું એ રહ્યું કે લેબોરેટરીના રીપોર્ટમાં શું સામે આવે છે.

સસ્તા અનાજની દુકાનમાં પણ હતો ઘીનો જથ્થો
આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે સસ્તા અનાજની દુકાનમાં બીજો ઘીનો જથ્થો રાખવામાં આવ્યો હતો,તેને લઈને પણ પોલીસ શંકા સેવી રહી છે,ત્યારે કોઈ પણ લાયસન્સ લીધા વિના કેમ ધંધો કરતો હશે તે પણ એક સવાલ છે.ઘી નો જથ્થો જે રીતે ઝડપાયો છે તેને લઈ લાગે છે કે,લોકોના સ્વાસ્થય સાથે ચેડા તો નથી થઈ રહ્યાં ને ? તો આરોગ્ય વિભાગ રીપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથધરી શકે છે.

દરોડા પડતા વેપારી ગભરાઈ ગયો
આ ડેરીમાંથી આસપાસના સ્થાનિકો વસ્તુઓની ખરીદી કરતા હોય છે,હવે ત્યારે જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગ શું કામગીરી આગળ કરે છે,પોલીસ અને આરોગ્ય વિભાગના એક સાથેના દરોડાને લઈ વેપારી ગભરાઈ ગયા હતા અને પોલીસ તેમજ આરોગ્ય વિભાગને જવાબ આપી શકયા ન હતા,ત્યારે આ ડેરીએ લોકોના સ્વાસ્થ્ય સાથે તો ચેડા નથી કર્યા ને ?.









