- TDO ની અધ્યક્ષતામાં 7 લોકોની ટીમ બનાવી
- PPP મોડેલથી ચાલતા કામોની તપાસ કરાશે
- સુરક્ષા વ્યવસ્થાનો કમિટી અહેવાલ આપશે
વડોદરા શહેરમાં આવેલ હરણી તળાવમાં બુધવારે થયેલી બોટ દુર્ઘટનામાં 15 થી વધુ બાળકોના મોત થયાં હતાં. જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી થી લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચીને મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી અને ઘટનામાં જવાબદાર લોકોની સામે પગલાં લેવાની ખાતરી આપી હતી.
TDO ની અધ્યક્ષતામાં 7 લોકોની ટીમ બનાવી
મળતી માહિતી મુજબ, વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પર SIT ની રચના કરી છે. પોલીસ બાદ મનપાએ SITની કરી રચના કરી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશરને TDO ની અધ્યક્ષતામાં 7 લોકોની ટીમ બનાવી છે. તેમજ PPP મોડેલથી ચાલતા કામોની તપાસ કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાનો કમિટી અહેવાલ આપશે. 10 દિવસમાં અહેવાલ સુપરત કરવા આદેશ કરવામાં આવ્યાં છે.

કુલ 20 આરોપીઓ સામે ફરિયાદ દાખલ
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસમાં કોટિયા પ્રોજેક્ટના પરેશ શાહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ઝડપાયેલા આરોપીઓની તપાસમાં ખુલાસા સામે આવી રહ્યાં છે. કોટિયા પ્રોજેક્ટ સાથે ડોલ્ફીન કંપનીએ કરાર કર્યા હતાં. ડોલ્ફીન કંપનીને પેટા કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં ડોલ્ફીન કંપની બોટિંગ ચલાવતી હતી અને જે આવકા થાય તે પરેશ શાહ અને નિલેશ જૈન મળીને લઈને લેતા હતાં. પરેશ શાહ અને નિલેશ જૈન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 20 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આરોપીઓ સામે લુક આઉટ નોટિસ જાહેર
પોલીસના જણાવ્યા અનુસાર, પરેશ શાહ, તેમના પત્ની, પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમામ લોકો જાણતાં હતા કે ઓપરેટરને સ્વિમિંગ આવડતું ન હતું. તેમજ લેક્ઝોન કંપની સામે તપાસ કરવામાં આવી રહી છે અને બાકીના 13 આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે. એક આરોપીનું કોવિડમાં મૃત્યુ થયું હતું. તમામ આરોપીઓ સામે લુક આઉટ નોટિસ જાહેર કરાઇ છે.









