ગોંડલનાં ચકચારી બનેલી હનીટ્રેપની ઘટનામાં પોલીસે ક્ષત્રીય આંદોલન વેળા બહુ ચર્ચિત બનેલા પદ્મીનીબા વાળા સહિત ચારની ધરપકડ કરીછે.જ્યારે આ ઘટનાનું મુખ્ય પાત્ર તેજલ પોલીસ પક્કડથી દુર હોવાથી તેને શોધવા કવાયત હાથ ધરી છે.ગોંડલનાં જેતપુર રોડ ગીતાનગરમાં રહેતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ પોતાને હનીટ્રેપમાં ફ્સાવી રૂ. ૭ થી ૮ લાખ પડાવવા ધાકધમકી આપી હતી.
હની ટ્રેપમાં પદ્મીનીબા વાળાની પોલીસે કરી ધરપકડ
રાજકોટની તેજલ છૈયા,પદ્મીનીબા વાળા સહિત પાંચ વ્યક્તિઓ સામે બી'ડિવિઝનમાં ફરિયાદ કરતા ઈન્ચાર્જ પીઆઈ. ડામોરે તપાસ હાથ ધરી છે,પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ ગીરીરાજસિહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.જ્યારે આ પ્રકરણની મુખ્ય આરોપી તેજલ છૈયા નાશી ગઈ હોય તેની શોધખોળ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા ઉ.૬૦ નામના વૃદ્ધે એક યુવતી, પદ્મીનીબા વાળા, તેનો પૂત્ર, શ્યામ અને હિરેન સામે ફરિયાદ નોંધાવી છે.
જાણો હનીટ્રેપ કેસમાં ફરિયાદીએ શું કીધુ
ફરિયાદીએ ફરિયાદ લખાવી છે કે,પંદર દિવસ પૂર્વે રાત્રે હું ઘર બહાર બેઠો હતો ત્યારે એક બહેન આવ્યા હતા અને મારો નંબર લઈને ગયા હતા અને ફોન કરી મારો ઘરવાળો મરી ગયો છે બાદમાં રાત્રે વીડિયો કોલ કરી મારૂ દેણું ભરી દયો હું તમારી સાથે સંબંધ બાંધવા તૈયાર છું કહી મેં આ મહિલાને કંઈક દેખાડ કહેતા તેણે અર્ધું ટી-શર્ટ ઊંચું કરી છાતી દેખાડી હતી અને ૧૬ તારીખે બપોરે યુવતી, પદ્મિનીબા અને તેનો દીકરો સહિત પાંચ લોકો ઘરમાં પરાણે ઘૂસી ગયા હતા અને પદ્મિનીબાએ કહેલ કે તમારાથી દીકરી સાથે આવું કેમ કરાય કહી રાડો પાડવા લાગ્યા હતા અને તને રોડ વચ્ચે નગ્ન કરીને મારીશ ગૃહમંત્રીને કહી બુલડોઝર ફેરવી તારું મકાન તોડી નાખીશ કહી ધમકી આપી હતી.
મુખ્ય આરોપી તેજલે ઝેર પીવાની ધમકી પણ આપી
રાજકોટ આવો માફીનો વિડીયો બનાવી માફીપત્ર લખી સેટલમેન્ટ કરી નાખીએ અમારું સાત-આઠ લાખનું દેણું ભરી દયો કહી પર્સમાંથી તેજલે દવાની સીસી કાઢી પી જવાની ધમકી આપી દબાણ કર્યું હતું અમને રાજકોટ બોલાવ્યા હતા પરંતુ અમે ગયા ન હતા અને અંતે ફરિયાદ નોંધાવી હતી જયારે ઉપરોક્ત ફરિયાદમાં જે યુવતી સામે ગુનો દાખલ થયો છે તે યુવતીએ પણ રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા ઉ.૬૦ નામના વૃદ્ધ સામે વિડીયો કોલ કરી અવારનવાર મારી પાસે બીભત્સ માંગણી કરી છેડતી કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી.









