• અલ્લારખા નામના આરોપીની વેજલપુર પોલીસે કરી અટકાયત
  • દારૂ અને ડ્રગ્સના ધંધામાં હરીફાઈમાં ચાલતુ હતુ ગેંગવોર
  • મૃતક અને આરોપીઓ બન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડીમાં અંગત અદાવતને લઈને થયેલી ગેંગવોરમાં ફતેવાડી વિસ્તારના સદામ મોમીનની તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.પોલીસે મુસ્તકિમ ઉર્ફે મુસ્કિન પઠાણ, અલ્લારખા ઉર્ફે ડેરિંગ કુરેશી, અરબાજ ઉર્ફે પોદી સૈયદ, સોહેલ ઉર્ફે બદા સૈયદ અને અફસાના કુરેશી વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ.

શું હતો કેસ

હત્યા કરનાર મુસ્તકીમ મુશ્કિલ તથા મૃતક સદામ મોમીન વચ્ચે થોડા સમયથી ગેંગવોર ચાલતી આવતી હતી. અને બંને ઈસમો એકબીજા ઉપર હુમલાઓ કરી રહ્યા હતા. જોકે બંન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યાં હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.સરખેજનાં ફતેવાડી વિસ્તારમાં રહેતા મુસ્તકીમ મુશ્કિલ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે અને MD ડ્રગ્સનો નશો પણ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. જોકે સદ્દામ મોમીન તેના સાથીદારોએ ડ્રગ્સ વેચવાની ના પાડતા અંગત અદાવતમાં બે કે ત્રણ દિવસથી એકબીજા ઉપર હુમલા કરવાના પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે અચાનકથી મુશ્કિલ ગ્રુપનું 15 થી 20 જણાનું ટોળું મંગળવારે રાત્રે તિક્ષ્ણ હથિયારો સાથે આવી ગયું હતું અને હુમલો કર્યો હતો. મહત્વની વાત છે કે એક દિવસ અગાઉ પણ બંને પક્ષો સામસામે આવી જતા વિવાદ વધ્યો હતો.

મંગળવારે બન્યો બનાવ

વેજલપુર પોલીસ સ્ટેશનનાં સેકન્ડ પીઆઈ એક ટીમ સાથે તેમજ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યારબાદ એલિસબ્રિજ ખાતેની SVP હોસ્પિટલ ખાતે વેજલપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બનાવ મંગળવારે રાતે આશરે 10.30 વાગ્યાની સુમારે ફતેવાડી વિસ્તારમાં બન્યો હતો. ઘાયલ યુવાનને વાડીલાલ SVP ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું અને સાથે તેના ભાઈ અને મિત્રને પણ છરીના નાના મોટા ઘા વાગવાથી ઇજાઓ થઈ હતી જેની સારવાર ચાલી રહી હતી.

ફતેહપુરામાં લોકો હથિયારો સાથે જોવા મળ્યા હતા

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફરી એક વખત ગુનેગારો હાથમાં તલવાર જેવા હથિયાર લઈને બજારમાં ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં નાઝ પાન પાર્લર પાસે કેટલાક લોકો તલવાર અને દંડા વડે ચિચિયારીઓ પાડતા ફરી રહ્યા હતા. એટલું જ નહીં અહીંયા એક યુવકને રહેંસી નાખ્યો હતો. આસપાસના લોકો દેહશતમાં રહે છે.

 

  • Follow us on: