- મેઘના પટેલને અમદાવાદ જેલ મોકલવામાં આવી
- પ્રોહીબીશનના કેસમાં પકડાયા હોવાથી કરાઈ પાસા
- દારૂના કેસમાં 2 માર્ચે પોલીસે મેઘનાને ઝડપી હતી
સુરત કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાને પોલીસે પાસા કરી છે. જેમાં મેઘના પટેલને અમદાવાદ જેલ મોકલવામાં આવી છે. તેમજ પ્રોહીબીશનના કેસમાં પકડાયા હોવાથી પાસા કરાઇ છે. જેમાં દારૂના કેસમાં 2 માર્ચે પોલીસે મેઘનાને ઝડપી હતી. તથા કાર સાથે 7.65 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.
પોલીસે મહિલા નેતા સહિત 2 લોકોની ધરપકડ કરી
પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ ઉપ પ્રમુખ મેઘના પટેલ છે. કોંગ્રેસના પૂર્વ મહિલા નેતા મેઘના પટેલ પ્રોહીબીશનના કેસમાં પકડાય હોવાથી પાસા કરવામાં આવી છે. જેમાં દારૂના કેસમાં બીજી માર્ચે પકડાયા હતા. તેમજ ઉમરા પોલીસે મહિલા નેતા સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. તથા ઉમરા પોલીસે કાર સાથે રૂપિયા 7 લાખ 65 હજારનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.
મેઘના પટેલ પણ દારૂ મગાવવામાં સામેલ
પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલ પણ દારૂ મગાવવામાં સામેલ હતી. તથા કોંગ્રેસમાં ખૂબ જ સક્રિય રહેનાર મેઘના પટેલને છેલ્લા ઘણા સમય પહેલા કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.