- આરોપી જયંતિ ઠક્કર અને કુશલ ઠક્કરની અમદાવાદથી ધરપકડ
- આદિપુરના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.10 કરોડની ખંડણી માંગી હતી
- ભુજ બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં 8 આરોપી સામે ફરિયાદ નોધાઇ હતી
ભુજના ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પશ્ચિમ કચ્છ પોલીસે આરોપી જયંતિ ઠક્કર અને કુશલ ઠક્કરની અમદાવાદથી ધરપકડ કરી છે. હાલ પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આદિપુરના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા દસ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ અંગે ભુજ બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં આઠ આરોપી સામે ફરિયાદ નોધાઇ હતી. અગાઉ આ કેસમાં બિલ્ડર વિનય રેલોન અને મહિલા આરોપી આશા ઘોરીની ધરપકડ થઇ ચુકી છે. આજે પશ્ચિમ કચ્છ પોલીસે આ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયંતિ ઠક્કર અને તેના ભાણેજ કુશલ ઠક્કરની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી જયંતી ઠક્કર પૂર્વ ધારસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસનો આરોપી છે. જયંતી ઠક્કર સામે ૧૯ જેટલા ગુના નોધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.










