- અકસ્માતની જાણ કર્યા બાદ દોઢ કલાકે પોલીસ પહોંચી
- શેલામાં ગઇ કાલે રાત્રે થયો હતો અકસ્માત
- બેફામ કાર ચલાવતા ચાલકે 3 કારને અડફેટે લીધી
અમદાવાદમાં અકસ્મતાની ઘટનાઓને લઇ પોલીસ ગંભીર નથી. જેમાં અકસ્માતની જાણ કર્યા બાદ દોઢ કલાકે પોલીસ પહોંચી હતી. ત્યારે શેલામાં ગઇકાલે રાત્રે અકસ્માત થયો હતો. બેફામ કાર ચલાવતા ચાલકે 3 કારને અડફેટે લીધી હતી. તેમાં અકસ્માતમાં એક મહિલાને ઇજા પહોંચી છે.
ફોન કર્યાના દોઢ કલાક બાદ પોલીસ આવી હોવાનો આક્ષેપ
ફોન કર્યાના દોઢ કલાક બાદ પોલીસ આવી હોવાનો આક્ષેપ છે. એક તરફ ડ્રાઇવની વાતો બીજી તરફ પોલીસ સુસ્તીમાં છે. બાદમાં ઝડપી કામગીરી બતાવવા કારચાલકની ધરપકડ કરી છે. શેલા વિસ્તારમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત એટલો ગંભીર હતો કે કારની આગળનો બોનેટ બુકડો બોલી ગયો હતો. સદનસીબે કારમાં એરબેગ ખુલી જતા કાર ચાલકને કોઈ ઈજા થઈ ન હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલકની શોધખોળ હાથ ધરી હતી
આ કારચાલક શેલા ખાતે સ્કાય સિટીમાં ફ્લોરિશ બંગલો નંબર 135માં કાર રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને કાર મનોજ અગ્રવાલના નામે છે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે હવે અકસ્માત કરનારની ધરપકડ કરવામાં આવી છે.









