સુરતમાં લુખ્ખાગીરી કરતા ટપોરીઓ સાવધાન થઈ જાવ નહીતર પોલીસ તમને પકડવા માટે તૈયાર જ છે,એક બાદ એક ટપોરીઓને સુરત પોલીસ પાઠ ભણાવી રહી છે,તો સોશિયલ મીડિયામાં રોફ જમાવનારને પોલીસે પાઠ ભણાવ્યો છે,લોકોમાં ભય ફેલાય તે પ્રકારનો વીડિયો બનાવતા પોલીસ પણ એકશનમાં આવી હતી અને આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.


[[$googlead]]

લોકોમાં ભય ફેલાય તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો

સુરતમાં સોશિયલ મીડિયામાં લોકોમાં ભય ફેલાય તે રીતે રીલ બનાવનાર સામે પોલીસે લાલઆંખ કરી છે,પોલીસે લીંબાયતના અસ્ફાકને કાયદાનું ભાન કરાવ્યું છે અને અસ્ફાકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યું છે,અસ્ફાક સોશિયલ મીડિયામાં ભયજનક રીલ બનાવી લોકોમાં ભય ફેલાવતો હતો જેને લઈ સુરત પોલીસને આ વાત ધ્યાને આવી અને પોલીસે તેને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવી ગુનો નોંધ્યો અને કાયદાનું ભાન કરાવ્યું હતુ.અસ્ફાક સામે અગાઉ પણ મારામારી જેવા નોંધાઈ ચૂક્યા છે ગુના.

[[$alsoread]]

સુરત પોલીસ એકશન મોડમાં

સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારે તરીકેની છાપ ધરાવતા અને 25 જેટલા ગંભીર પ્રકારના ગુનામાં અગાઉ સુરત પોલીસના હાથે ઝડપાઈ ચૂકેલા વસીમ પાર્સલના ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત ડીસીપી ભગીરથ સિંહ ગઢવીના જણાવ્યા અનુસાર, વસીમ પાર્સલ વિરુદ્ધ, મારામારી, લૂંટ, ખંડણી, બળજબરી, સહિત વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ ભૂતકાળમાં નોંધાયા છે. જેમાં તેની અગાઉ ધરપકડ પણ થઈ ચૂકી છે. જે ઇસમ દ્વારા હાલ લિંબાયત વિસ્તારમાં પાલિકાની સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે ક્રિકેટ બોક્સ, ઓફિસ સહિતનો બાંધકામ અને દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.

  • Follow us on: