- કોઈપણ વ્યક્તિને નોકરીએ રાખતા પહેલા નોંધણી ફરજિયાત
- ઔદ્યોગિક એકમ, દુકાનમાં નોકરી કરનારની નોંધણી જરુરી
- સોની બજારમાં 60થી 70 હજાર બંગાળી કારીગરની નોંધણી નહીં
રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓના કેસમાં રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કોઈપણ વ્યક્તિને નોકરીએ રાખેલા લોકોની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ઔદ્યોગિક એકમ, દુકાનમાં નોકરી કરનારની નોંધણી જરુરી છે.
સોની બજારમાં 60થી 70 હજાર બંગાળી કારીગરની નોંધણી થઇ નથી
સોની બજારમાં 60થી 70 હજાર બંગાળી કારીગરની નોંધણી થઇ નથી. જેમાં માલિકોએ સિટીઝન પોર્ટલમાં નોંધણી કરાવવી પડશે. નોંધણી બાદ પો.સ્ટે.માં માહિતી આપવી પડશે. તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ નોંધાશે. રાજકોટમાંથી એટીએસ દ્વારા અલકાયદા સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા પછી રાજકોટ પોલીલ હરકતમાં આવી છે. જેમાં gujhome.gujarat.gov.in માં નોંધણી કરાવવાની રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર વિરૃદ્ધ કલમ 188 મુજબ ગુનો દાખલ કરાશે
આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૃદ્ધ કલમ 188 મુજબ ગુનો દાખલ કરાશે. તથા સોની બજારમાંથી આતંકી પ્રવૃત્તિ સાથે ઝડપાયેલા કારીગરો ઝડપાયા બાદ બહાર આવ્યું હતું કે સોની બજારમાં 60 થી 70 હજાર બંગાળી કારીગરો છે જેમની કોઈ પણ નોંધ થયેલી નથી.









