દેવભૂમિ દ્વારકાના ટાપુઓમાં પોલીસનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર, દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ શરૂ કરાઇ છે. અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઇને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ફોરેસ્ટ વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા સ્થાન સાત સ્થળોએથી 36 જેટલા વિવિધ પ્રકારના બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. તેવામાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસનું મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.













