ગુજરાતમાં ઘણા ભ્રષ્ટ અધિકારીઓ લોકોને તેમના કામ કરાવવા માટે લાંચ અને રુશ્વત માંગતા હોય છે. ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી પૈસા માંગતા હોય તેવા વીડિયો ઘણીવાર વાયરલ થતા હોય છે. ત્યારે ખેડામાંથી પોલીસની ઉઘાડી લૂંટનો વીડિયો વાયરલ થયો છે.જેના લીધે લોકોનો સરકારી તંત્ર પરથી પણ વિશ્વાસ ઉઠતો જાય છે. સેવાલિયા પોલીસ મથકના કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચ લેતા હોય તેનો વીડિયો સામે આવ્યો છે.
વાહનચાલક પાસેથી પૈસા લીધા
ખેડા જિલ્લામાંથી વાહનચાલકો પાસેથી પોલીસ ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. લાંચિયા પોલીસે વર્દીને પૈસા રળવાનું સાધન બનાવી દીધું છે. ખેડાના સેવાલિયાથી બાલાસિનોર રોડ ઉપર પોલીસ જવાને એક બાઈક ચાલકને રોક્યો હતો. બાલાસિનોરના જનોડના વાહન ચાલકે હેલ્મેટ નહોતું પહેર્યું જે અંગે તેણે દંડના બદલે રોકડા લઈને ભ્રષ્ટાચાર આચર્યું હતું.પોલીસ જવાન સરકારી તિજોરીમાં રુ 1 હજાર જમા કરાવવાને બદલે ₹200 રોકડા મેળવી ભ્રષ્ટ આચરણ કરતા જોવા મળ્યો હતો.
વીડિયો થયો વાયરલ
વીડિયોમાં દેખાયા મુજબ પોલીસ જવાન બાઈક ચાલકને રોકીને તેની સાથે વાતચીત કરી રહ્યો હતો.તેમજ હેલ્મેટ ન પહેરવા બદલ દંડને બદલે રોકડની માંગણી કરી હતી. તેમજ બાઈક ચાલકને બેટા કહીને ₹200 રોકડા પડાવતા પોલીસ કર્મીનો ભ્રષ્ટ ચહેરો ખુલ્લો પડ્યો હતો.પોલીસ કર્મીએ બાઈકચાલક પાસથી રુ200 લઈ લીધા હતા.









