- 2022માં પ્રથમ 6 મહિનામાં 8.67 લાખ ઇ - ચલણ આપ્યા હતા
- 2023માં પ્રથમ 6 મહિનામાં માત્ર 1.22 લાખ ઇ - ચલણ આપ્યા
- ટ્રાફિક પોલીસના CCTV કેમેરા શોભાના ગાંઠીયા બન્યા
અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જેમાં ઓવર સ્પીડીંગના વધતા બનાવો વચ્ચે પોલીસની ત્રીજી આંખ બંધ હાલતમાં હોય તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર 20 ટકા જ ઈ મેમો ઇશ્યુ થયા છે કારણ કે શહેરમાં લાગેલ સીસીટીવી પણ બન્યા શોભાના ગાંઠયા સમાન બન્યા છે.
શહેરના 113 સીસીટીવી માંથી માત્ર 48 સીસીટીવી માંથી અપાય છે. ઈ-ચલણ જેને લઈને આ સંખ્યા ઘટી રહી છે અને લોકોને ટ્રાફિકના નિયમોનો ડર જ રહ્યો નથી. અમદાવાદ શહેરમાં ઇ-ચલણ ફટકારવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે. વર્ષે 2022 જાન્યુઆરી થી જૂન સુધીમાં 8.67 લાખ ઇ-ચલણ અપાયા હતા.
આ તરફ જો આ વર્ષે 2023 માં જાન્યુઆરીથી જૂન સુધીમાં માત્ર 1.22 લાખ ઇ ચલણ જાહેર થયા છે. જેને પગલે શહેરીજનો પણ ટ્રાફિક વિભાગની કામગીરીથી નિરાશ જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ અકસ્માતથી લઈ ખરાબ ડ્રાઈવિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેમેરા ન ચલતા અને ઈ-મેમો પર સવાલ ઉભા થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસની બેદરકારીથી શહેરમાં અકસ્માતના કેસ વધ્યા છે.









