ગોંડલમાં ગઈકાલે અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પોલીસે 20 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે જેમા ગાડીમાં તોડફોડ કરનાર બે આરોપીઓ ઝડપાયા છે, અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ છે, આરોપીઓએ ધોકા-પથ્થરથી હુમલો કરી ગાડીના કાચ તોડ્યા હતા અને અલ્પેશ કથીરિયાના સમર્થકો સાથે કરી હતી મારામારી જેને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે.
ગોંડલ હુમલમાં બે આરોપીઓ ઝડપાયા અન્ય ફરાર
અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે આશાપુરા ચોકડીએ અલ્પેશ કથીરિયાની ગાડીનાં કાચ તોડી તોડફોડ કરવા અંગે ઇન્દ્રજિત ભરુડી,પીન્ટુ સાવલિયા, લક્કીરાજસિંહ,નિલેશ ચાવડા, પુષ્પરાજ સહીત અજાણ્યા વીસ ઇસમો વિરુધ્ધ પીએસઆઇ વી.જી.જાડેજાની ફરિયાદ પરથી બી ડિવીઝન પોલીસમાં રાયોટીંગ અંગે ગુનો દાખલ કરાયો છે.પીઆઇ ગોસાઇ તથા ટીમે બે ઇસમો પુષ્પરાજ તથા નિલેશ ચાવડાની તેના ઘરેથી ધરપકડ કરી છે અન્યોની શોધખોળ શરુ કરી છે.
ગોંડલમાં પ્રવેશ્યા અને હુમલો થયો છે
ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે.અલ્પેશ કથીરિયાએ સંદેશને જે ઈન્ટરવ્યું આપ્યો તેમાં તેમનું કહેવું છે કે,ગોંડલ જાણે મિર્ઝાપુર બની ગયું હોય તેમ લાગી ગયું છે,અમે ગોંડલમાં પ્રવેશ્યા અને અમારી કાર પર અચાનક પથ્થરમારો થયો અને 7 થી 8 ગાડીઓને ભારે નુકસાન થયું છે.અલ્પેશ કથીરિયાનું કહેવું છે કે,ગોંડલમાં આવ્યા તો લોકોએ અમારૂ સ્વાગત કર્યુ જે ગણેશ ગોંડલથી સહન ના થયું એટલે ભાડુઆતી બોલાવી તેમણે અમારી પર હુમલો કરાવ્યો છે,ગોંડલમાં દર્શન કરવા આવ્યા અને હુમલો થયો છે,અમારી હાઈકમાન્ડને ફરિયાદ કરવી હોય તો જયરાજસિંહ કરી શકે છે,પોલીસ પર આક્ષેપ કરતા અલ્પેશે કહ્યું કે,પોલીસ પણ તમાશો જોતી હતી અને અમે કોઈનો કોઈ રીતે વિરોધ કર્યો નથી.









