- જામીન પર રહેલ મુખ્ય આરોપી નીતા ચૌધરી લાપતા થઈ ચૂકી છે
- હત્યાના પ્રયાસ કેસમાં ભચાઉ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન ના મંજૂર કર્યા છે
- નીતા ચૌધરીને ઝડપવા માટે પોલીસના હવાતિયા
ગુજરાત પોલીસ કોઈ પણ આરોપીને તેની બાજ નજરથી અને તેમના સોર્સથી ઝડપી પાડતી હોય છે,ત્યારે છેલ્લા 24 કલાક થયા તેમ છતા પોલીસને ચકમો આપીને ફરાર થયેલી નીતા ચૌધરી હજી પોલીસને મળી આવી નથી,નીતાની એવી તો શું ઉર્જા છે કે પોલીસ પણ તેના તેજથી પાછી પડી રહી છે,વાંચો સમગ્ર અહેવાલ.
નીતા પર કોના આશીર્વાદ ?
હત્યાના પ્રયાસના ગુનામાં નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. પરંતુ પોલીસે જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં આરોપી નીતા ચૌધરીને મળેલા જામીન ગઈકાલે સવારે રદ કરી તેને કસ્ટડીમાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા જ્યારે કસ્ટડી લેવા માટે આદેશ કરવામાં આવ્યો ત્યારે નીતા ચૌધરી કોર્ટમાં હાજર ન હોતી.નીતા ચૌધરી લાપતા થઈ જતાં પૂર્વ કચ્છ પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.

કંઈ પણ થાય નીતાને શોધો
ભચાઉ પોલીસ નીતા ચૌધરીના ઘરે તેની અટકાયત કરવા પહોંચી ત્યારે આદિપુરમાં પોલીસ લાઈનમાં રહેતી નીતા ચૌધરીનું ઘર બંધ હતું. ત્યારબાદ પોલીસે આરોપીને શોધવા ઠેર ઠેર પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ તે લાપત્તા જણાઈ આવી છે. ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદિયાએ જણાવ્યું કે, આરોપી નીતા ચૌધરી પાલનપુર બાજુના વતની છે, ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તેના પતિને પણ નીતા ચૌધરી ક્યાં છે તે અંગે જાણ નથી.
શું છે નીતા ચૌધરીનો વિવાદ
ભચાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર બુટલેગર યુવરાજસિંહે કાર ચઢાવી હતી. તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો અને પીએસઆઈની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાં વખતે નીતા ચૌધરી બુટલેગર સાથે હતી. આ કેસમાં સીઆઈડી બ્રાંચમાં ફરજ બજાવતી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. બુટલેગર યુવરાજસિંહ સામે દારૂની હેરાફેરી સહિતનાં 16 થી વધુ ગુના નોંધાયા છે. યુવરાજસિંહ અને નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ નકારીને નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. ધરપકડથી બચવા અને જેલમાં જવાનાં ડરે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.

નીતાની લાઇફસ્ટાઇલની પોલીસબેડામાં પણ ચર્ચા
સામાન્ય પોલીસકર્મી કરતાં નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ ખૂબ અલગ અને અસામાન્ય રહી છે. તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં, પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય એમ પણ લાગે છે.
નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે
નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે. જ્યાં સ્થાનિક રાજકારણમાં નીતાના પતિ સક્રિય છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે. સૂત્રોનો તો ત્યાં સુધી દાવો છે કે ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઇપ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવાઈ હતી.
નીતાની લાઈફ સ્ટાઈલ વૈભવી છે
સામાન્ય પોલીસકર્મી કરતાં નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ ખૂબ અલગ અને અસામાન્ય રહી છે. તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં, પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય એમ પણ લાગે છે.