અંજારની કુખ્યાત લેડી રિયા ગૌસ્વામીની ટોળકી વિરુદ્ધ પોલીસે પાસા તળે કાર્યવાહી કરી છે.ભાઇ અને બે બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે.અંજારની આ ત્રિપુટી ગેરકાયદેસર વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી માટે કુખ્યાત છે.રિયા ઈશ્વર ગૌસ્વામી, તેની બહેન આરતી ઈશ્વર ગૌસ્વામી અને ભાઈ તેજસ ઈશ્વર ગૌસ્વામી વિરુદ્ધ અસંખ્ય ગુના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.


[[$googlead]]

ત્રિપુટી વિરુદ્ધ અગાઉ ગુજસીટોકની કાર્યવાહી કરાઈ

થોડા સમય અગાઉ પૂર્વ કચ્છ પોલીસે ભાઈબહેનોની ત્રિપુટી વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી અને આરોપી જામીન પર છૂટયા બાદ પણ ગેર કાયદેસર વ્યાજખોરીની પ્રવૃતિ ચાલુ રાખતા પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.

[[$alsoread]]

કુખ્યાત ત્રિપુટી વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામ્યુ

અંજારના કુખ્યાત ભાઈ-બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરી હતી જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતા પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને અંજાર પોલીસે સયુંકત ઓપરેશન હાથધરી ત્રણેય આરોપીની અટકાયત કરીને રિયા ગૌસ્વામી અને આરતી ગૌસ્વામીને અમદાવાદ મધ્યસ્થ જેલ અને તેના ભાઈ તેજસ ગૌસ્વામીને રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે.

જાણો પાસાનો કાયદો શું છે

PASA (Prevention of Anti-Social Activities) એટલે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત અધિનિયમ. વારંવાર ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા શખ્સો સામે કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા સંજોગોમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. બુટલેગર ,ભયજનક શખ્સ, મિલ્કત પચાવી પાડનાર, અનૈતિક વેપાર, ઔષદ્ય ગુનેગાર, ક્રુર શખ્સ, જુગારનો અડ્ડો ચલાવનાર, સંગ્રહખોરી અને કાળાબજાર કરનાર, સાયબર ક્રાઈમ કરનાર આરોપી અને રીઢા વ્યાજખોર સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવે છે. પાસા હેઠળ આરોપીને એક વર્ષ સુધી જેલમાં કેદ રાખવાની જોગવાઈ છે. PASAના હુકમની બજવણી થયાના બે સપ્તાહમાં આરોપી ગૃહ વિભાગમાં હુકમ રદ્દ કરવા અરજી કરી શકે છે. પાસા સલાહકાર બોર્ડને સરકારે અટકાયતની તારીખથી 3 સપ્તાહમાં કેસ સમીક્ષા અંગે મોકલવાનો રહે છે અને પાસા બોર્ડે 7 સપ્તાહમાં સહ અભિપ્રાય મોકલવો પડે છે અથવા તો રજૂઆત તથ્યો આધારે આરોપીને મુક્ત કરવાનો હોય છેછેલ્લાં 3 વર્ષમાં સજા થઈ હોય તેવી જોગવાઈ હતી તને રદ કરાઈ છે એટલે કે, તેની સામે PASA નું શસ્ત્ર ઉગામી નહીં શકાય.


  • Follow us on: