અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે,પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું.
હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન
પોલીસમાં પરેડ રોજ બરોજ ફરજના ભાગ રૂપે કરવામાં આવતી હોય છે,ત્યારે આજે વહેલી સવારે ગોમતીપુર હેડ કવાર્ટર ખાતે પરેડ ચાલી રહી હતી અને તે દરમિયાન એક પોલીસકર્મીને અચાનક છાતીમાં દુખાવો થતા તે ઢળી પડયા હતા તો તાત્કાલિક તેમને સારવાર હેઠળ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા,વટવા GIDCના પોલીસકર્મી અર્જુનસિંહનું મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે,મૃતકની ઉંમર 32 વર્ષની હતી.
હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ
હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ.
શું છે હાર્ટ એટેક
જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.
હાર્ટ એટેકનાં લક્ષણો
ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.









