- વિધિવિધાન,નદીસ્નાન કરવા જતા લોકોને ભારે હાડમારી
- અગાઉ બે ટાઇમ બસનો રૂટ હતો, ત્યારે લોકોને સરળતા રહેતી હતી
- આ બસ સેવા તાત્કાલિક શરૂ કરવી એ આ વિસ્તારના લોકોની પ્રચંડ માંગ
છોટાઉદેપુર એસ ટી ડેપોથી 2 વર્ષ અગાઉ છોટા ઉદેપુર અને ચાણોદ બસનો રૂટ ચાલતો હતો. જે હાલ બંધ છે. જેના કારણે છોટાઉદેપુર જિલ્લાના મધ્યમ વર્ગના લોકોને યાત્રાધામ ચાણોદ ખાતે પહોંચવામાં ભારે તકલીફ્નો સામનો કરવો પડે છે.
વડોદરા જિલ્લામાં આવેલું દક્ષિણ પ્રયાગ તીર્થ યાત્રાધામના નામે પ્રચલિત ચાંણોદ યાત્રાધામને જોડતી છોટાઉદેપુરથી ચણોદની ડાયરેક બસ છેલ્લા કેટલા સમયથી બંધ છે. આ બસમાં છોટાઉદેપુરથી ડભોઇ સુધીના આસિવાસી વિસ્તારના તમામ હોન્દુ લોકો ધાર્મિક વિધિ કરવા તેમજ નર્મદા સ્નાન કરવા ખૂબ મોટી સંખ્યામાં ચાંણોદ જાય છે. સાથે સાથે ચાંણોદ નજીક કુબેર ભંડારી મહાદેવનું મંદિર છે. ત્યાં દર્શનાર્થે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારમાંથી જતા હોય છે. જેઓને સીધી બસ સેવાનો લાભ અગાઉ મળતો હતો. જે હાલમાં બંધ છે. જે આ વિસ્તારની પ્રજાણે ખુબજ તકલીફ્ રૂપ છે. આ બસ યાત્રાધામને જોડતી બસ હોવા છતાં પણ અને સરકારના યાત્રાધામને જોડવાનો અભિગમ સ્પષ્ટ જાહેર છે. છતાં પણ ઈરાદાપૂર્વક બંધ કરવામાં આવી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. તો આ બસ સેવા તાત્કાલિક શરૂ કરવી એ આ વિસ્તારના લોકોની પ્રચંડ માંગ છે.










