હોળી-ધૂળેટીનો પર્વ સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે વિવિધ વિસ્તારમાં અલગ અલગ પ્રથાઓ સાથે હોળી ધૂળેટીનો પર્વ ઉજવાય છે. પોરબંદરના કડછ ઘેડ ગામે 750 વર્ષ જૂની હોળી ધૂળેટી ઉત્સવની પરંપરા આજે પણ ગ્રામજનોએ જાળવી રાખી છે. કડછ ઘેડ ગામે ગોટા ઉત્સવ ધૂળેટી પ્રખ્યાત છે. લોકો કપડા પલાળી તેમને નીચોવી કપડામાં વળ આંટી ચડાવીને એકબીજા પર વાર કરી આનંદ માણે છે.
પોરબંદરના કડછ ગામે અનોખી પરંપરા
પોરબંદરના માધવપુર નજીક કડછ ગામે ધુળેટી પર્વની ગ્રામજનો અનોખી રીતે ઉજવણી કરે છે. ગામના બે ગ્રૂપ સામસામે ભીના કપડાને વળ ચડાવી તેનો ગોટો બનાવી એકબીજા પર વાર કરી આનંદ માણે છે. જોકે વચ્ચે રહેલી માતાજી ધ્વજાજી બંને ગ્રુપનું રક્ષણ કરવા રાખવામાં આવે છે .અનોખી પરંપરા 750 વર્ષથી ચાલી આવે છે. આખું ગામ આ ગોટા રમત જોવા ઉમટયુ હતું. ગ્રામજનો સફેદ કપડા પલાળી તેમને નીચોવી કપડામાં વળ આંટી ચડાવવામાં આવે છે. જેથી કાપડ એકદમ મજબૂત અને કડક બની જાય છે. બાદમાં આજ કાપડનો ગોટોવાળી લાકડી જેવું બનાવી દેવામાં આવે છે. જેમાં ખૂબ જોર લગાવવુ પડે છે.
સામસામા બે જુથ બની જાય છે
એક એક માણસના હાથમાં કાપડના ગોટા હોઈ છે અને ઝનૂનથી સામા ગ્રુપ પર વાર કરવા તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે આપ જોશો કે અહીં લોકોના ટોળા એકબીજા પર વાર કરતા નઝરે પડે છે .અને જાણે એકબીજાના દુશ્મનો હોય એવી રીતે વાર કરતા નઝરે પડે છે .ખરેખર આ છે ધુળેટી પર્વની 750 વર્ષ જૂની પરંપરા જેને આજની યુવા પેઢીએ જાળવી રાખી છે. મહેર સમાજ ક્ષતિય સમાજથી જાણીતો છે. સમાજમાં રહેલ શૌર્ય અને ઝનૂન ધુળેટીના પર્વ પર બતાવી આજની પેઢીને શૌર્યગાથા વિશે જાણકારી આપવાના હેતુથી ભીના કાપડના ગોટાથી રમી બતાવવામાં આવે છે.









