• પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયા અનોખો પ્રચાર
  • વહેલી સવારે ગામડામાં પ્રભાત ફેરી કરી કર્યો પ્રચાર
  • ગામડે ગામડે ફરી ભાજપને મત આપવા કરી અપીલ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે,પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવીયાએ પ્રભાત ફેરી કરી ગામડે-ગામડે ચૂંટણી પ્રચાર કર્યો હતો,બે દિવસ અગાઉ તેમણે રોડ-શો પણ કર્યો હતો.

લોકો વિકાસ જોઈને મત આપશે : મનસુખ માંડવીયા

[[$googlead]]

ઉપલેટાની અંદર રોડ-શોને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને લોકો એ ઠેર ઠેર સ્વાગત કર્યુ હતું અને સ્થાનિકોએ મનસુખ માંડવિયા ભવ્ય લીડથી વિજય થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકો ભાજપને નહી પરંતુ ભાજપના શાસનમાં થયેલ વિકાસને મત અપાશે.મનસુખ માંડવિયાએ ખુલ્લી ફોર વ્હીલમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપલેટા શહેરમાં 50 જેટલી વિવિધ સંસ્થાઓ દ્વારા મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું મનસુખ માંડવિયાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે,પોરબંદર લોકસભાની સીટ પર 5 લાખથી વધુ મતથી વિજય થશે અને મોદી સરકારે કરેલ કામગીરી અને વિકાસને લઈ લોકો મત આપશે.

[[$alsoread]]


પ્રચાર પહેલા ખોડીયાર માતાના કર્યા હતા દર્શન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર કીર્તિ મંદિર મહાત્માં ગાંધીના જન્મસ્થળની મુલાકાત લઈને પુષ્પ અર્પણ કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રા રાજકોટ જિલ્લામાં આવી પહોંચી હતી, ત્યારે વીરપુર જલારામ બાપાના દર્શન કરીને વીરપુરથી તેઓ પદયાત્રા કરીને ખોડલધામ ગયા હતા.


ગુજરાતમાં આજે અમિત શાહની 3 સભા

લોકસભા ચૂંટણીના મતદાનને ચાર દિવસ બાકી છે ત્યારે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં છે. છોટા ઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના સમર્થનમાં આજે દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ સભા સંબોધશે અને જશુભાઈ રાઠવા માટે મત માંગશે.

 

  • Follow us on: