નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં વહેલી સવારથી ભકતોની ભીડ જામી છે,મંદિર પરિસરમાં વહેલી સવારથી ભીડ જામી છે,સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે.જો બાળક બોલતું ના હોય તો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળકો બોલતું થાય છે.
બાળક બોલતું ના હોય તો બાધા પૂર્ણ થાય છે
જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તે ભક્તો આજે વહેલી સવારથી આખા દિવસ દરમિયાન મંદિર પરિસરમાં આવી બોર ઉછાળી બાધા પૂર્ણ કરે છે.નડિયાદ અમદાવાદ આણંદ બરોડા સહિત દેશ વિદેશમાંથી ભક્તો આજે વહેલી સવારથી મંદિર પરિસરમાં બોર ઉછાળવા માટે આવી પહોંચ્યા.મંદિરમાં આ પૂનમના દિવસે 200 વર્ષ ઉપરાંતથી પરંપરા મુજબ બોર ઉછમણી કરવામાં આવે છે. બાળક જન્મ પછી બોલતું ન હોય, તોતડું બોલતું હોય કે ઓછું બોલતું બાળક વ્યવસ્થિત બાળક બોલતું થાય તે માટે બાળકના માતા-પિતા કે સ્વજનો સંતરામ મહારાજશ્રીની બાધા રાખે છે.
મંદિરના પ્રાંગણમાં ઉછાળવાના હોય છે બોર
સેવાતીર્થ સ્થાન તરીકે જાણીતા બનેલા સંતરામ મંદિરના મુખ્ય ગાદી નડિયાદ ખાતે પોષ સુદ પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પ્રસાદીરૂપ બોરની બોલબાલા રહે છે. ભાવિક ભક્તો દ્વારા ગુજરાતના ઠેકઠેકાણેથી નડિયાદ સંતરામ મંદિર ખાતે આવી બોરની ઉછામણી કરે છે. પોતાનું બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો એ માટે અનેક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને આ પૂનમે બોરની મંદિરના પ્રાંગણમાં ઉછામણી કરે છે.









