ગુજરાત સરકારમાં મોટા ફેરફારની ચર્ચાઓ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથન ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આ દરમિયાન કે કૈલાશનાથન સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુપ્ત મુલાકાત કરી છે. મુખ્યપ્રધાન નિવાસસ્થાને કે કૈલાશનાથન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ છે. ત્રણ કલાક લાંબી ચાલેલી બેઠકમાં ઘણી મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી છે.


[[$googlead]]

CM ભૂપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવી સાથે મેરેથોન બેઠક

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી રાજકીય ફેરફારો તથા વહીવટી બાબતોને લઈ વિસ્તૃત ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કે કૈલાશનાથન એક દિવસની ટૂંકી મુલાકાતે ગુજરાત આવ્યા છે, ત્યારે રાજ્ય સરકારમાં પણ આગામી દિવસોમાં ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે તો આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યમાં વહીવટી ક્ષેત્રે મોટા ફેરફાર બાબતે પણ સમિક્ષા કરી હોવાની પણ ચર્ચાઓ છે.

[[$alsoread]]

ગુજરાત સરકારના સંકટમોચક છે કૈલાસનાથન

1979 બેચના અધિકારી કૈલાસનાથનને ગુજરાત સરકારના સંકટમોચક માનવામાં આવે છે અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યુ હતું. જૂન-2013માં સેવાનિવૃત્ત થયા બાદ તરત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી.

કૈલાસનાથનને એક વર્ષ માટે એક્સ્ટેન્શન આપ્યું હતું

ત્યારપછી 2014ની લોકસભા ચૂંટણી પછી મોદી વડાપ્રધાન બન્યા અને તેઓ કૈલાસનાથનને પોતાની સાથે દિલ્હી લઈ જશે તેવી વકી વચ્ચે પણ કૈલાસનાથન ગુજરાત જ રહ્યા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બે વાર એક-એક વર્ષના બે એક્સટેન્શન આપ્યા. તે પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે ઓગસ્ટ-2016થી ડિસેમ્બર-2017 અને ડિસેમ્બર-2017થી એક્સટેન્શન અપાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી બનેલા ભુપેન્દ્રભાઈ પટેલે પણ તેમને પોતાના અગ્ર સચિવ તરીકે ચાલુ રાખ્યા હતા અને હવે જ્યારે ભુપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે ફરી વખત કે. કૈલાસનાથનને એક વર્ષ માટે એક્સ્ટેન્શન આપ્યું હતું પણ આ વખતે અધિકારીને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું નથી.

  • Follow us on: