• ટ્રાન્સફોર્મર અને 11 કેવીની વીજ લાઇનનું મેન્ટનન્સ કરાશે

  • સરદાર એસ્ટેટ, માંડવી, પાણીગેટ, ઇન્દ્રપુરી સબ ડિવિઝનના વિસ્તારમાં અસર થશે
  • સ્વીમીંગપુલ ફીડર હેઠળ મેઇન્ટેનન્સ કામગીરી સવારે 7 થી 11 સુધી કરવામાં આવશે

શહેરના પૂર્વ વિસ્તારમાં આગામી તા.8મીને સોમવારના રોજ સવારે 7 થી 11 સુધીનો વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેટકોના ઇન્દ્રપુરી સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સની કામગીરીના પગલે આ વીજ કાપ એમજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

જેટકોના 66 કેવી સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર અને 11 કેવીની વીજ લાઇનના મેઇન્ટેનન્સની કાર્યવાહી આ સમય દરમિયાન કરવામાં આવશે. વીજકાપ હેઠળ 18 ફીડર આવરી લેવામાં આવ્યા છે. જેમાં સરદરાર એસ્ટેટ સબ ડિવિઝનના બાયર,સયાજીનગર, સરદાર એસ્ટેટ,એરોડ્રામ, અંબર, અર્થ આઇકોન, સાંઇ શ્રાધ્ધા, સરસ્વતી, ટાઉનહોલ,એપીએમસી,રાજીવનગર,વારશિયા,ગેરીસન ફીડરનો સમાવેશ થાય છે. પાણીગેટ સબ ડિવિઝનના પાણીગેટ-1,પાણીની ટાંકી, આયુર્વેદિક ફીડરનો સમાવેશ થાય છે. જ્યારે ઇન્દ્રપુરી સબ ડિવીઝન હેઠળના તુલસીફીડર માંડવી સબ ડિવિઝનના ચાંપાનેર, સંતકંવર, મહાવીર ફીડરનો સમાવેશ થાય છે. જ્યારે તા.9મીના રોજ ઇન્દ્રપુરી સબ ડિવિઝનના સ્વીમીંગપુલ ફીડર હેઠળ મેઇન્ટેનન્સ કામગીરી સવારે 7 થી 11 સુધી કરવામાં આવશે.


  • Follow us on: