- સવારના 6.30થી બપોરથી 12.30 વાગ્યા સુધી વીજળી ગૂલ રહેશે
- સુભાષનગર, જવાહરનગર, ઉદ્યોગનગર ફીડરમાં કાપ
- સર પટ્ટણી રોડ ઉપરના અમુક વિસ્તારમાં વીજ કાપ રહેશે.
ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં આવતી કાલ 1લી મે સોમવારથી ત્રણ દિવસ સુધી સવારના 6.30 કલાકથી બપોરના 12.30 કલાક સુધી વીજ કાપ રહેશે. જેમા તા.1લી મે, સોમવારે સુભાષનગર ફીડર નીચે આનંદનગર નવી એલઆઈજી, એકતા એપાર્ટમેન્ટ, આનંદનગર ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, પોલીસ કવાર્ટર, સાંઈબાબા સોસાયટી, કમલ એપાર્ટમેન્ટ, પટેલ પાર્ક તથા આજુબાજુના વિસ્તારમાં વીજ કાપ રહેશે. તા.2 મે, મંગળવારે જવાહર ફીડર નીચે ઘોઘા સર્કલ, રોટરી કલબ, પલ્લવ ફ્લેટ, ચંપા રેસીડન્સી, ન્યાલદાસ રેસીડન્સી, તેલઘાણી કેન્દ્ર, અવની પાર્ક, એરીસ્ટો કોમ્પ્લેક્ષ, ઈનારકો, એચસીજી હોસ્પિટલ તથા આજુબાજુનો વિસ્તાર, સેનેટરીવાળો ખાંચો, સર પટ્ટણી રોડ ઉપરના અમુક વિસ્તારમાં વીજ કાપ રહેશે.
આ ઉપરાંત તા.3જી મે બુધવારે ઉદ્યોગનગર ફીડર નીચે માધવ કોમ્પ્લેક્ષ, શાસ્ત્રીનગરનો અમુકભાગ, ગુજરાત હાઉસિંગબોર્ડની ઓફિસ, ગઢેચીવડલા, વડલા એસબીઆઈ, રેલવે ડીઆરએમ ઓફીસ, રામજીની વાડી, રેલવે ક્વાર્ટર્સ કોલોની તથા આજુ બાજુના વિસ્તારમા સવારના 6.30 વાગ્યાથી બપોરના 12.30 કલાક સુધી વીજ કાપ રહેશે.










