- વિકસિત ભારત સંકલ્પ યાત્રા : મેરી કહાની મેરી જુબાની
- વિજયનગરના પ્રતાપગઢ કંપાના ખેડૂતે યોજનાને આવકારી
- ભારત ગામડાંઓનો બનેલો દેશ છે
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપાના ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વખાણી કહ્યું હતુ કે, અમારા જેવા ખેડૂતમિત્રો માટે આ યોજના ખૂબ મદદરૂપ સાબિત થઇ છે. યોજનાની સહાય થકી અમારી ખેત પેદાશોના ઉત્પાદનમાં વધારો થયો છે અને ઉત્પાદન ખર્ચમાં અમને સહાય મળી છે. યોજના થકી અમારા જેવાં લાખો ખેડૂત કુટુંબો ગુણવત્તાવાળા બિયારણ અને ખાતરની ખરીદી કરી સારુ ઉત્પાદન મેળવી શકે છે. જેના થકી અમે આર્થિક રીતે સદ્ધર થયા છીએ. આ અંગે વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપાના ખેડૂત અંબાલાલ પટેલનું કહેવું છે કે, ભારત ગામડાંઓનો બનેલો દેશ છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં અમારા જેવાં ખેડૂતોની આર્થિક સધ્ધરતા માટે કેન્દ્ર સરકાર હર હંમેશ ચિંતિત રહી છે. ખેડૂતોની આર્થિક સધ્ધરતામાં જ સાચો વિકાસ છુપાયેલો છે. આ વિચારધારા થકી દેશભરના ખેડૂતોની આવક બમણી કરી તેમને આર્થિક રીતે સદ્ધર કરવા માટે અનેકવિધ યોજનાઓ કેન્દ્ર સરકારે અમલી બનાવી છે. દેશનો ખેડૂત મજબૂત અને સધ્ધર હશે તો દેશ આર્થિક રીતે સધ્ધર બનશે. આ વિચાર થકી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલીકરણ બનાવવાઈ છે. આ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતોને આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઈડર મારફતે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાવવાની હોય છે. આ સહાયનો લાભ લેવા માટે પતિ, પત્ની અને સગીર બાળકો પૈકી કોઈપણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય અને પોર્ટલ દ્વારા નિર્દેશિત કેટેગરીમાં સમાવિષ્ટ હોય તેવા તમામ ખેડૂત કુટુંબોને સહાય મળવાપાત્ર છે. ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા 6000 સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી માધ્યમથી 3 સમાન હપ્તામાં 4 માસના અંતરે ચૂકવવામા આવે છે.










