પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પર બુધવારે રાત્રે અમદાવાદથી હિંમતનગર નેશનલ હાઈવે-48 પર ટ્રેલર, ટ્રેક્ટર અને સ્વીફ્ટ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, અકસ્માતમાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી પરંતુ વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પર બુધવારે રાત્રે સુરતથી પંજાબ લોખંડ સળિયા ભરીને ટ્રેલર જઈ રહ્યુ હતુ. દરમિયાન સાઇડમાંથી લકઝરી બસ અને બીજી સાઇડમાંથી સ્વીફ્ટ કાર પ્રસાર થતા હતા ત્યારે ટ્રેલર ઓવરબ્રિજ પર ચડતા પાછુ પડતા પાછળ આવતા ટ્રેક્ટરમા ધુસી ગયુ હતુ. ટ્રેલરના બંને બાજુના વાહનોને નુકસાન થયું હતુ. અકસ્માતને લઈ ત્રણ રસ્તા ઓવરબ્રિજથી કમાલપુર 1 કિલોમીટર ટ્રાફ્કિ જામ થયો હતો. જેને લઈને પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોચીને ટ્રાફ્કિ પૂર્વવત કર્યો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ચાલક તથા લકઝરી બસના મુસાફરો અને સ્વીફ્ટમાં બેઠેલ તમામનો આબાદ બચાવ થયો હતો જયારે અકસ્માતમાં ટ્રેક્ટરનો આગળનો ભાગ કુંચડો થઈ ગયો હતો અને અન્ય વાહનોને પણ નુકસાન થવા પામ્યું હતું.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









