• પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા કરાયું ભાવભીનું સ્વાગત
  • એક વર્ષમાં જયદીપ રાઉત પૂર્ણ કરશે ભારત ભ્રમણની યાત્રા
  • ઝારખંડ, બિહાર સહિત 8 રાજ્યોનુ અંતર કાપી આવ્યા ગુજરાત

દેશના પૂર્વ છેડે આવેલ પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરથી રક્તદાન જાગૃતિ માટે સમગ્ર દેશની સાયકલ યાત્રાનો પ્રારંભ કરનાર પ્રૌઢ પોરબંદર ખાતે આવી પહોંચતા આશા બ્લડ બેંક દ્વારા તેનું સ્વાગત કરાયું હતું

કોલકાતા ખાતે રહેતા જયદીપ રાઉત નામના 53 વર્ષીય આધેડ છેલ્લા ઘણા વર્ષોથી ફેડરેશન ઓફ બ્લડ ડોનર ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે, તેઓએ સમગ્ર ભારતમાં રક્તદાન જાગૃતિ અને હર ઘર તિરંગાની જેમ હર ઘર રક્તદાતાના સૂત્ર સાથે કોલકાતા થી 1 ઓક્ટોબર 2022ના રોજ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ સાયકલ યાત્રા ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન થઇને ગુજરાતમાં પ્રવેશી હતી.

ગુજરાતમાં તેઓ પાલનપુર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા થઇને આજે પોરબંદર આવી પહોંચ્યા હતા. ત્યારે, આશા બ્લડ બેન્કના સભ્યો દ્વારા આવકારી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું યાત્રામાં દરરોજ તેઓ 50 થી 60 કિમીનું અંતર કાપે છે. પોરબંદરથી તેઓ સોમનાથ જવા રવાના થયા હતા. એક વર્ષમાં તેઓ સંપૂર્ણ ભારત ભ્રમણ કરી રક્તદાન અંગે જાગૃતિ ફેલાવશે.


  • Follow us on: