પુણામાં ગર્ભવતી બનેલી શિક્ષિકાએ ગર્ભપાત માટે કરેલી અરજીને કોર્ટે મંજૂર કરી હતી. જે અંતર્ગત લાજપોર જેલમાંથી શિક્ષિકાનો કબજો મેળવીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં શિક્ષિકાનો ગર્ભપાત કરાયો હતો અને સગીરથી શિક્ષિકા ગર્ભવતી થઈ કે નહીં તે જાણવા માટે ભૂણને FSLમાં મોકલવામાં આવ્યું હતું.
૧૩ વર્ષના વિદ્યાર્થીને લઈને ૨૩ વર્ષની શિક્ષિકા ભાગી ગઈ હતી
જેને રાજસ્થાન બોર્ડર પરથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની જાણ થતા પોકસોની કલમ હેઠળ શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષિકાની મેડિકલ તપાસ કરવામાં આવતા તેને ૨૦ અઠવાડિયાનો ગર્ભ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ બાદ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષિકાએ વકીલ દ્વારા ગર્ભપાત કરાવવાની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
કોર્ટે શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી
ગાયનેક ડોક્ટરના રિપોર્ટ બાદ કોર્ટે શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી. ગુરુવારે લાજપોર જેલમાંથી શિક્ષિકાને પોલીસ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો માનસિક અને શારીરિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે ફિટ જણાતા મિની ડિલિવરી થકી ગર્ભપાત કરવામાં આવ્યો હતો. ભ્રૂણને કેમિકલની થેલીમાં પેક કરીને પુણા પોલીસને સોંપવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ ભૂણનું ડીએનએ સગીર સાથે મેચ કરવામાં આવશે. જેથી FSLમાં ભૂણ મોકલી આપવામાં આવ્યું છે. હાલ શિક્ષિકાની સ્થિતિ સામાન્ય હોવાથી અંદાજે બે દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.









